________________
શંકા-સમાધાન
સમાધાન– ઋષભદેવ ભગવાનના પ્રતિમાજીની સાથે અન્ય ભગવાનના પ્રતિમાજીઓની પણ અંજનશલાકા વિધિ કરવાની હોય છે. એથી કોઇ ભગવાનના જીવનમાં જે ન બન્યું હોય તેની વિધિ જે કરવામાં આવે તે અન્ય ભગવાનના જીવનને આશ્રયીને સમજવી જોઇએ. ઋષભદેવ ભગવાનના પ્રતિમાજીની સાથે મહાવીર ભગવાનના પ્રતિમાજીની પણ અંજનશલાકા કરવાની હોય તો સ્વન્નપાઠકો અને પાઠશાળા અંગેની વિગત મહાવીર ભગવાનના જીવનપ્રસંગો અંગે થતી હોય છે.
શંકા- ૧૭૧. હમણાં સાંભળ્યું છે કે નેમિનાથ ભગવંતની અંજનશલાકામાં ચોરી માંડીને ભગવાનને પરણાવ્યા. શું આ શાસ્ત્રોક્ત છે ? સમાધાન– આનો જવાબ ઉપરના ૧૭૦માં શંકા-સમાધાનમાં આવી ગયો છે.
૬૪
શંકા- ૧૭૨. અંજનશલાકા-પ્રતિષ્ઠાદિ કાર્યોથી દેવદ્રવ્ય ભેગું થાય એ ન્યાયોપાર્જિત ગણાય કે અન્યાયોપાર્જિત ગણાય ? સમાધાન ન્યાયોપાર્જિત ગણાય. કારણ કે આ કાર્ય જિનોક્ત છે. શંકા- ૧૭૩. અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવના ચડાવા કયા દેવદ્રવ્યમાં અને કયા સાધારણમાં જાય ?
સમાધાન– અંજનશલાકા-પ્રતિષ્ઠા અંગેની દરેક બોલીઓની ૨કમ દેવદ્રવ્ય ખાતામાં જાય. તે બોલીઓની આવકમાંથી અંજનશલાકાપ્રતિષ્ઠા અંગેનો કોઇ પણ ખર્ચ બાદ કરી શકાય નહિ. પણ પત્રિકામાં નામ લખવાના, જાજમ પાથરવાના અને નવકારશી વગેરે સાધારણ યોગ્ય ચડાવા સાતક્ષેત્ર સાધારણ ખાતામાં જાય. એ રકમમાંથી અંજનશલાકા-પ્રતિષ્ઠા અંગેનો કોઇ પણ ખર્ચ બાદ કરી શકાય.
શંકા- ૧૭૪. અંજનશલાકા પ્રસંગે મામેરામાં મૂકવા માટે ફેરવવામાં આવતી થાળીમાં આવેલા પૈસા કયા ખાતામાં જાય ?
સમાધાન– મામેરામાં મૂકાતી વસ્તુઓ જિનભક્તિ માટે મંદિરમાં મૂકવામાં આવે છે. માટે થાળીમાં આવેલા પૈસાનો ઉપયોગ જિનભક્તિમાં કરવો જોઇએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org