________________
૬૨
શંકા-સમાધાન શંકા- ૧૬૪. સર્વમૂર્તિઓનું ઉત્થાપન કરી, જૂના મંદિરને, સંપૂર્ણપણે ઉતારીને નવું જિનમંદિર બનાવવામાં આવે ત્યારે ધજા ચઢાવવાનો અધિકાર કોને મળે ?
સમાધાન– જેમ મૂર્તિઓની પ્રતિષ્ઠા માટે બોલી બોલાય છે તેમ ધજા ચઢાવવાની પણ બોલી બોલાય એ યોગ્ય છે. જેને આદેશ મળે તેને ધજા ચઢાવવાનો અધિકાર મળે.
શંકા- ૧૬૫. દહેરાસરની સાલગિરિનો વિધિ ટૂંકમાં જણાવવા વિનંતી. (૧) ધ્વડદંડ-પાટલીને દૂધ-પાણીના પ્રક્ષાલ પછી અંગલૂછણા કેટલા કરવા? ૧ કે ૩ (૨) હિંડકને અષ્ટપ્રકારી પૂજા થાય કે કેમ? (૩) શિખર ઉપર (મૂળનાયક ભગવાનની ઉપર) ખાલી જગ્યા (ચોરસ) હોય છે, ત્યાં શ્રીફળ સ્થાપન કરવું વગેરે કોઇ વિધિ ખરો? (૪) શાંતિકળશ ધ્વજારોહણ પછી કે પહેલા ?
સમાધાન– આ બધું વિધિકાર પાસેથી જાણી લેવું જરૂરી છે. કારણ કે વિધિ લાંબી છે.
અંજન-પ્રતિષ્ઠા સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૬૬. અંજનશલાકા રાત્રે જ કેમ થાય છે ? સમાધાન– કલ્યાણકોની ઉજવણીમાં થતા સર્વ અનુષ્ઠાનોમાં અધિવાસના-અંજનશલાકા રૂપ અનુષ્ઠાન અત્યંત મહત્ત્વનું છે. સર્વ અનુષ્ઠાનોમાં અંજનશલાકા પ્રાણરૂપ છે એમ કહી શકાય. કારણ કે અધિવાસના-અંજનશલાકા થયા પછી જ પ્રતિમાજી પૂજનીય બને છે. આથી અંજનશલાકાના વિધિ-વિધાનો બહુ જ ઉપયોગપૂર્વક કરાવાતાં હોય છે. જયારે નીરવ શાંતિ હોય ત્યારે વિધિ-વિધાનો બહુ જ ઉપયોગપૂર્વક કરી શકાય છે. માટે અંજનશલાકા રાત્રે જ થાય છે.
શંકા- ૧૬૭. અંજનશલાકા કોણ કરી શકે ? સમાધાન- નિવણકલિકા ગ્રંથમાં આચાર્ય અંજનશલાકા કરે એમ જણાવ્યું છે. કેવા આચાર્ય અંજનશલાકા કરે તે જણાવતાં કહે છે કે- “પ્રતિષ્ઠાચાર્ય આર્યદેશમાં જન્મેલા, લઘુકર્મી, બ્રહ્મચર્યાદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org