________________
શંકા-સમાધાન
પ૯
શંકા- ૧૫૪. ગૃહ જિનાલયમાં આજુબાજુવાળા પૂજા કરનાર લોકો દેરાસર વારંવાર ખુલ્લું મૂકીને જતા રહે અને કૂતરા આદિ દ્વારા ઘરદેરાસર અશુદ્ધ કરાય તેનાથી આશાતના થઈ તે દોષ કોને લાગે ? ઘર દેરાસરવાળાને લાગે ખરો ?
સમાધાન– આવો આશાતનાનો દોષ ઘરદેરાસરને ખુલ્લું મૂકી જનારને લાગે. દર્શન-પૂજન કરવા આવનારને બારણું બંધ કરવાનો ઉપયોગ રહે. એ માટે “બારણું ખુલ્લું ન રાખવું” એવું બોર્ડ મૂકી શકાય.
શંકા- ૧૫૫. જિર્ણોદ્ધાર બાદ મંદિરનું શિખર નવું બનાવ્યું હોય, દંડ ફરી ચડાવી શકાય તેવો ન હોય, તેથી નવો ધ્વજદંડ બનાવીને ચડાવ્યો હોય, તો આ જૂના ધ્વજદંડનું શું કરવું ? આખેઆખો ધ્વજદંડ વેચવો કે ટુકડા કરીને વેચવો ?
સમાધાન- આવા સંજોગોમાં ધ્વજદંડ વેચવામાં બાધ જણાતો નથી. ધ્વજદંડ આખો કે ટુકડા કરીને વેચવો એ વ્યવસ્થાપકોને જેમ યોગ્ય લાગે તેમ વ્યવસ્થાપકો કરી શકે છે. ધ્વજદંડની રકમ જેમ વધારે મળે તેમ કરવું જોઇએ. આ રકમ દેવદ્રવ્ય ખાતે લઇ જવી જોઇએ.
શંકા- ૧૫૬. જિનમંદિરના નિભાવ માટે ખેતર-ઘર વગેરે નવા બનાવી શકાય? જો નવા બનાવી શકાતા હોય તો તેની આવકમાંથી દેરાસરનો નિભાવ થઈ શકે ?
સમાધાન- જિનમંદિરના નિભાવ માટે નવા ખેતર-ઘર વગેરે બનાવી શકાય (એનપ્રશ્ન ઉ.૧. પ્ર.૩૩). વિશેષ- જો દેરાસરના પૂજારીઓનો પગાર વગેરે નિભાવ ખર્ચમાં દેવદ્રવ્યનો ઉપયોગ કરી શકાતો હોત, તો આ પ્રશ્ન જ ન થાત. આ પ્રશ્ન થયો છે એ જ સૂચવે છે કે પૂજારીનો પગાર વગેરે નિભાવ ખર્ચમાં ઉછામણીની બોલીથી આવેલા દેવદ્રવ્યનો ઉપયોગ ન કરી શકાય. ઉછામણીથી આવેલું દેવદ્રવ્ય નૂતન જિનમંદિર નિર્માણ અને જીર્ણોદ્ધાર વગેરે સિવાય બીજા કોઇ ઉપયોગમાં ન લઈ શકાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org