SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૬) શંકા-સમાધાન - - ધજા સંબંધી શંકા-સમાધાન શંકા- ૧૫૭. દેરાસર ઉપર ધ્વજારોપણનું પ્રયોજન શું ? તથા ધ્વજારોપણ કરતી વખતે ધ્વજારોપણ કરનારે શું ચિંતવવું ? સમાધાન- અરિહંત પરમાત્માના ચોત્રીશ અતિશયોમાં એક ઇન્દ્રધ્વજ નામનો અતિશય છે. આ અતિશયના પ્રતીકરૂપે દેરાસર ઉપર ધજા રાખવામાં આવે છે. આ ધજા આપણને એ બોધ આપે છે કે આ જગતમાં એક અરિહંત જ સ્વામી છે. અરિહંત પરમાત્માની આજ્ઞાના પાલનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સર્વ દુઃખોથી મુક્ત બનવા અરિહંતના જ શરણે રહેવું જોઇએ. જે રીતે આ ધ્વજા મંદિર ઉપર લહેરાઈ રહી છે તે રીતે જગતમાં જૈનશાસનની જયપતાકા લહેરાઈ રહો એવી ભાવના ધ્વજારોપણ કરનારે ભાવવી જોઇએ. શંકા- ૧૫૮. નવી ધજા ચઢાવ્યા પછી જૂની ધજાનું શું કરવું ? સમાધાન– જૂની ઊતરી ગયેલી ધજાનો પણ એક જાતનો વિશિષ્ટ પ્રભાવ હોય છે, માટે છ મહિના સુધી એ ધજાને સાચવીને રાખ્યા બાદ યોગ્ય રીતે એને નદી વગેરે પવિત્ર સ્થળે પધરાવી દેવી જોઇએ. શંકા- ૧પ૯. ધજાને ઘરમાં રાખવાથી શું સમાધિ મળે ? સમાધાન– આ ધજાના પ્રભાવથી મને અવશ્ય સમાધિની પ્રાપ્તિ થશે, એવી શ્રદ્ધા જેને હોય તેને સમાધિ મળે. એક વિદ્વાને કહ્યું છે કે- મંત્ર, તીર્થ, ગુરુ, દેવ, જ્યોતિષી, ઔષધ-આટલી વસ્તુઓ ઉપર જેને જેવી શ્રદ્ધા હોય તેને તેવી સિદ્ધિ (ફળ) મળે. આમાં શ્રદ્ધાની મુખ્યતા છે. શંકા- ૧૬૦. દેરાસરની બાજુમાં જો આપણું ઘર હોય અને આપણા ઘર ઉપર દેરાસરની ધજાનો પડછાયો પડતો હોય, તો તે ચાલે કે નહિ ? સમાધાન– ઘર ઉપર દિવસના બીજા ને ત્રીજા પ્રહરમાં જિનમંદિરની ધજાનો પડછાયો પડતો હોય, તો તે અશુભ છે એમ વાસ્તુ શાસ્ત્ર વગેરે શાસ્ત્રોમાં લખ્યું છે. આ દોષ નિવારણનો ઉપાય ઘર બદલવું એ જ ગણાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy