________________
૫૮
શંકા-સમાધાન દીપક કરી શકાય નહિ. જે તીર્થસ્થાન વગેરેમાં સાધારણ દ્રવ્યની આવકની કોઈ જ શક્યતા ન હોય ત્યાં દેવદ્રવ્યમાંથી પૂજા વગેરે થાય એ અપવાદ રૂપ ગણાય. અપવાદ એટલે સંકટ સમયની સાંકળ. એનો ન છૂટકે જ ઉપયોગ કરવાનો હોય.
શંકા- ૧૫૧. સાંજે દેરાસરમાં થતા ઘીના દીવા અંગેનો ખર્ચ આંગી ખાતામાંથી લઈ શકાય કે નહિ ?
સમાધાન- આંગી પ્રભુની ભક્તિ સ્વરૂપ છે અને ઘીના દિવા પણ આંગીનું અંગ છે. આથી સાંજે દેરાસરમાં થતા ઘીના દીવા અંગેનો ખર્ચ આંગી ખાતામાંથી લઈ શકાય.
શંકા- ૧૫ર. અમદાવાદ જેવા શહેરોમાં તથા બીજા પણ અનેક ગામોમાં યાંત્રિક વાહનોને કારણે પોળો ઝડપથી ખાલી થવા લાગી છે અને પોળોમાં જૈનોનાં ઘરોનાં સ્થાને શોપીંગ સેન્ટરો થવા લાગ્યા છે. એથી દેરાસરોની સાચવણી મુશ્કેલ બનતી જાય છે. તો પોળોમાં જૈનોનાં ઘરો થોડા ટકી રહે અને દેરાસરો સારી રીતે સચવાય, તે માટે સંઘના અગ્રણીઓએ કેવું આયોજન કરવું જોઇએ ?
સમાધાન આ માટે સંઘના અગ્રણીઓએ આર્થિક સ્થિતિએ નબળા સાધર્મિકોને આર્થિક મદદ કરીને પોળમાં વસાવવા જોઇએ. સુખી માણસો પોતાનાં મકાનો જૈનેતરોને ન આપતાં આર્થિક સ્થિતિએ નબળા સાધર્મિકોને ઓછી કિંમતે આપે, તો પોળોમાં જૈનોનાં ઘરો ટકી રહે અને દેરાસરો સચવાય.
શંકા- ૧૫૩. હમણાં હમણાં ગવૈયાઓ દેરાસરમાં પોતાની ઈચ્છા મુજબ ઘણું નવું નવું શરૂ કરાવે છે. પ્રતિષ્ઠાદિ માંગલિક પ્રસંગે ગવૈયા તરફથી દેરાસરમાં સ્ત્રી-પુરુષોને ઊભા થઈને નાચવાનું કહેવામાં આવે છે. ગવૈયાના કહેવાથી સ્ત્રી-પુરુષો નાચવા લાગી જાય છે. આ યોગ્ય છે?
સમાધાન પુરુષોની હાજરીમાં સ્ત્રીઓ નાચે એ જરાય યુક્ત નથી. આજે અજ્ઞાનતા આદિના કારણે ધર્માનુષ્ઠાનોમાં જમાનાવાદ ઘુસતો જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org