________________
શંકા-સમાધાન
૪૯ એવો ઉલ્લેખ છે. પૂર્વના પ્રશ્નોત્તરમાં કહ્યું તેમ લાભ-હાનિનો વિચાર કરવો જોઇએ. જો આજે શ્રાવકથી રાતે દર્શન કરવા ન જ જવાય, એમ એકાંતે નિષેધ કરવામાં આવે તો ઘણું નુકસાન થાય. આજે તેવા ધંધા આદિના કારણે શ્રાવકોને રાત્રિના સમયે જ જિનમંદિરનો સમય મળે છે અને સેંકડો શ્રાવક-શ્રાવિકાઓ રાતે ભાવથી જિનદર્શન કરવા આવે છે. એકાંતે નિષેધ કરવામાં શ્રાવક-શ્રાવિકાઓ આ લાભથી વંચિત રહે. ગીતાર્થો લાભ-હાનિનો વિચાર કરીને જેમાં લાભ થાય તેવી પ્રવૃત્તિમાં સંમતિ આપે એ વિશે સેનપ્રશ્નનો પાઠ નીચે મુજબ છે
પ્રશ્ન- દેરાસરમાં રાત્રિએ ગીત-ગાનાદિ કરવામાં આવે તો દેવદ્રવ્યની ઉપજ થાય છે, નહિતર થતી નથી. તો તે કરવું કે નહિ?
ઉત્તર– શાસ્ત્રવિધિ મુજબ તો મૂળ વિધિએ ગીત-ગાન વગેરે રાત્રિએ કરવું યુક્ત નથી. પરંતુ દેવદ્રવ્યની ઉપજના કારણે રાત્રિમાં પણ ગીત-ગાનાદિ ભાવના કરવામાં લાભ જણાય છે. (૪-૯૨૩)
શંકા- ૧૨૬. રાત્રે જિન મંદિર માંગલિક થયા પછી ખોલી શકાય ?
સમાધાન- ના. દિવસે પણ માંગલિક થયા પછી અનિવાર્ય કારણ સિવાય મંદિર ખોલાય નહિ, તો રાતે કેમ ખોલાય? રાત્રે જિનમંદિર માંગલિક થયા પછી ન ખોલવાનો રિવાજ છે અને તે વાજબી છે. કારણ કે રાત્રે વારંવાર મંદિર ખોલવામાં ચોર-ગુંડા વગેરેનો ભય રહે.
શંકા– ૧૨૭. જિનાલયમાં ગુરુમૂર્તિ પધરાવવામાં આવે છે. ત્યાં ગુરુમૂર્તિને વંદન થઈ શકે ? કેમ કે દીક્ષાદિની ક્રિયા વખતે તો ગુરુ સમક્ષ વાંદણા દેતી વખતે પ્રભુજીને પડદો કરાવાય છે.
સમાધાન– જિનાલયમાં જિનમૂર્તિને વંદન કર્યા પછી ગુરુમૂર્તિને વંદન કરવામાં વાંધો નથી, અર્થાત્ પ્રભુની દૃષ્ટિ પડે, તો પણ ગુરુમૂર્તિને વંદન કરવામાં બાધ નથી. કારણ કે દેવતત્ત્વ પછી ગુરુતત્ત્વ વંદનીય છે. દીક્ષાદિ વખતે જે પડદો કરાવાય છે, તે આવા મહાન ભગવાનની સામે અમને વંદન થાય, તે ઔચિત્યની દૃષ્ટિએ ઠીક નથી, એમ પોતાની લઘુતા બતાવવા માટે ગુરુ મહારાજ જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org