________________
શંકા-સમાધાન
શંકા- ૧૨૧. જિનપ્રતિમાના મસ્તકે રખાતા ત્રણ છત્રમાં પછી પછીનું છત્ર નાનું હોય કે મોટું હોય ?
સમાધાન– છત્રની રચના બંને રીતે કરી શકાય. સ્થાનાંગસૂત્રમાં સાતમા સ્થાનના વર્ણનના અધિકારમાં ટીકામાં નીચેનું છત્ર મોટું હોય, પછી પછીનું છત્ર ક્રમશઃ નાનું હોય એમ જણાવ્યું છે. વીતરાગસ્તોત્ર પાંચમા પ્રકાશના આઠમા શ્લોકના આધારે નીચેનું છત્ર નાનું, પછી પછીનું ક્રમશઃ મોટું હોય.
શંકા- ૧૨૨. જિનમંદિરમાં ગુરુની છદ્મસ્થ અવસ્થાની મૂર્તિ કઇ જગ્યાએ સ્થાપિત કરવી જોઇએ ?
સમાધાન– રંગમંડપની બહાર યોગ્ય સ્થળે સ્થાપિત કરાય એ વધારે ઉચિત જણાય છે. છતાં રંગમંડપની બહાર સગવડ ન હોય તો રંગમંડપમાં પણ સ્થાપિત કરી શકાય. પ્રાચીન મંદિરોમાં ક્યાંક ક્યાંક તેમ જોવામાં આવે છે.
શંકા- ૧૨૩. જિનમંદિરમાં દેવ-દેવીઓની મૂર્તિ કઇ જગ્યાએ સ્થાપિત કરવી જોઇએ ?
૪૮
સમાધાન– મૂળનાયક ભગવાનના અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી સિવાય કોઇ દેવ-દેવી જિનમંદિરમાં સ્થાપિત ન કરી શકાય. યક્ષયક્ષિણીની મૂર્તિ રંગમંડપમાં કે રંગમંડપની બહાર યોગ્ય સ્થાને સ્થાપિત કરી શકાય. શ્રી માણિભદ્રવીર તપગચ્છના અધિષ્ઠાયક હોવાથી તેમનું સ્થાન ઉપાશ્રયમાં હોય, એ વધુ ઇચ્છનીય છે.
શંકા- ૧૨૪. દેરાસરની બાજુના ઘરમાં કોઇનું મરણ થયું હોય અને મૃતક પડ્યું હોય ત્યાં સુધી દેરાસર ખોલી શકાય ?
સમાધાન ખોલી શકાય.
શંકા ૧૨૫. રાત્રિના સમયે શ્રાવક જિનમંદિરે દર્શન કરવા જઇ શકે ? સમાધાન– મૂળ વિધિ પ્રમાણે (ઉત્સર્ગથી) તો સૂર્યાસ્ત બાદ દર્શન કરવા જવાય નહિ. પણ અપવાદથી રાત્રિના સમયે શ્રાવક જિનમંદિરે દર્શન કરવા જઇ શકે. આથી જ આચારોપદેશ અને વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથમાં રાત્રિના સમયે શ્રાવક દર્શન કરવા જઇ શકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org