________________
૫૦
શંકા-સમાધાન પડદો કરાવે છે. વળી આ એક વિધિ ઘણા કાળથી પ્રચલિત છે. તેમ જિનાલયમાં પડદો રાખીને ગુરુમૂર્તિને વંદન કરવું, એવી વિધિ પ્રચલિત નથી. આમ છતાં ગુરુમતિ જિનમંદિરના બહારના ભાગમાં બિરાજમાન કરવામાં આવે તો તે વધારે ઉચિત ગણાય.
શંકા- ૧૨૮. ઘણી જગ્યાએ ફણાવાળી પાર્શ્વનાથની પ્રતિમાને મુગટ ચઢાવે છે અને ઉતારે છે ત્યારે પ્રતિમાને ઘસારો પહોંચે છે તો શું કરી શકાય ?
સમાધાન- પ્રતિમાજીને ઘસારો ન પહોંચે તેવો મુગટ બનાવવો જોઇએ. ક્યાં અને કેવી રીતે પ્રતિમાજીને ઘસારો થાય છે, તે મુગટ બનાવનારા કારીગરને સમજાવવાથી કારીગર પ્રતિમાજીને ઘસારો ન પહોંચે એવો મુગટ બનાવી આપે. માટે આવું કરવું જોઇએ, જેથી અલંકાર પૂજા થાય ને ઘસારો ન પહોંચે.
શંકા- ૧૨૯. શ્રી જિનમંદિરમાં આચાર્ય ભગવંત આદિ દર્શન માટે પધારે ત્યારે શ્રાવકો ઊભા થાય તો જિનેશ્વરની આશાતના થાય?
સમાધાન– ન થાય. ઉલટું ઊભા ન થાય તો ગુરુ મહારાજનો અવિનય ર્યો ગણાય.
શંકા- ૧૩૦. રાતના બાર વાગ્યા સુધી દેરાસરો ખુલ્લા રાખવાથી જિનાજ્ઞા પળાય ?
સમાધાન– મૂળ વિધિ પ્રમાણે તો સૂર્યાસ્ત બાદ દેરાસર ખુલ્લું રાખી શકાય નહિ પણ આજે એ શક્ય નથી. આમ છતાં રાતે નવ વાગ્યા પછી દેરાસર ખુલ્લું ન રાખવું એ હિતાવહ છે. ભાવના કે મહાપૂજા વગેરે પ્રસંગે પણ દશ વાગ્યા પછી દેરાસર ખુલ્લું ન રાખવું જોઈએ. જેમને મહાપૂજા પ્રસંગે દર્શન કરવાની તીવ્ર ભાવના હોય તે આ સમય દરમિયાન આવી જાય અથવા બીજા દિવસે દશ વાગ્યા સુધી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા રાખી શકાય. વિશિષ્ટ પ્રસંગે રાતના દશ વાગ્યા સુધી દેરાસર ખુલ્લા રાખવાની વાત પણ અપવાદરૂપ સમજવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org