________________
[૪૬]
શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત અળખું પૂજનના વિધિને અંગે દેવવંદન ભાષ્યાદિમાં જણું
વ્યું છે કે-દશ ત્રિક અને પાંચ અભિગમ સાચવવાં જોઈએ. તેમાં (૧) ત્રણ વાર નિસહી બલવી. (૨) ત્રણ વાર પ્રદક્ષિણા દેવી. (૩) ત્રણ વાર પ્રણામ કરવો. (૪) અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવપૂજા એ ત્રણ પૂજા. (૫) પિંડસ્થ–પદસ્થ–રૂપાતીત અવસ્થા એ ત્રણ અવસ્થા. (૬) આજુ-બાજુ–અને પાછળ જેવું નહિ. એમ ત્રણ દિશાએ જેવાને નિષેધ. (૭) ત્રણ વાર પ્રમાર્જના કરવી. (૮) વર્ણાદિ ત્રણ તે વર્ણત્રિક. (૯)
ગમુદ્રા–જિનમુદ્રા–મુક્તાશુક્તિમુદ્રા એ ત્રણ જાતની મુદ્રા. (૧૦) ત્રણ પ્રકારનું પ્રણિધાન એ પ્રણિધાન ત્રિક કહેવાય. એ પ્રમાણે દશ ત્રિક કહ્યા. હવે પાંચ અભિગમ આ પ્રમાણે જાણવા. ૧-દહેરે જતી વખતે સચિત્ત પદાર્થોને ત્યાગ કરવો એટલે ત્યાં ન લઈ જવા જોઈએ. ૨-પૂજા નિમિત્તે અચિત્ત પદાર્થો લઈ જવામાં બાધ (વધ) નહિ. ક–પૂજાના પ્રસંગે એક સાડી ઉત્તરાસંગ કરવું. ૪-મનને એકાગ્ર (સ્થિર) કરવું. પ-પ્રભુને દેખતાંની સાથે ઉલ્લાસથી બંને હાથ જોડવા. એમ પાંચ અભિગમ જણાવ્યા.
- ત્રણ વાર નિમિહી બેલવાના અવસરે શ્રાવક શરૂઆતમાં જિન મંદિરમાં પેસે ત્યારે પ્રથમ નિસિહીથી મનમાં નિર્ણય કરી લે છે કે મારાથી ઘર વગેરેના આરંભ સમારંભાદિ આશ્રવ સ્થાને સેવાય નહિ. પછી પ્રભુ મંદિરમાં દાખલ થઈને જ્યારે ત્રણ પ્રદક્ષિણ દે ત્યારે પ્રભુ મંદિરની થતી આશાતના ધ્યાનમાં લઈને જરૂર દૂર કરે. એમ દહેરાની બરાબર તપાસ કરીને જ (પછી) બીજી નિસિહી કહે. પછી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org