________________
[૪૪]
શ્રી વિજયપધસૂરિજી કૃત અર્થ –જેમ વૃક્ષને પાણી સિંચવાથી ફલની પ્રાપ્તિ થાય છે તેમ ફલપૂજન વડે મોક્ષરૂપી ફલ મેળવાય છે. માટે સારા થાળને વિષે ઉત્તમતાજાં ફળ મૂકીને “મને મેક્ષફલ આપે” એ પ્રમાણે બે હાથ જોડીને મસ્તક નમાવી બેલિવું. એવી રીતે અષ્ટ પ્રકારી પૂજા કરવાથી કર્મની ઘણી નિર-નાશ થાય છે. આવા પ્રભુપૂજાના ઉત્તમ સમયમાં પુણ્યશાલી આસન્ન સિદ્ધિક ભવ્ય જીને દાન-શીલ-તપભાવની પણ અમુક અંશે જરૂર આરાધના થાય છે. તે આ પ્રમાણે ટુંકમાં સમજવી:-પ્રભુ દેવની આગળ ચોખાન સાથિયો કરીને નૈવેદ્ય મૂકે, આમાં પ્રભુને અક્ષતાદિનું દાન દેવાયું એમ સમજવું, અને આ દાન મહા વિશિષ્ટ ફલને આપે છે. સુવર્ણપાત્ર સમાન મુનિરાજને દાન દેવાથી શ્રી શાલિભદ્રાદિ ભવ્ય જીવને અનેક જાતના લાભ મળ્યા, તે આ તેથી અધિક (ચઢીયાતા) રત્ન પાત્ર સમાન પ્રભુને દાન દેવાનું ફલ વિશેષ હોય એમાં નવાઈ શી? પ્રભુદેવની આગળ નૈવેદ્ય ધરનારા ભવ્ય જી એવી ઉત્તમ ભાવના ભાવે છે કે–હે પ્રભે! સાવવા તળા” આ વચનથી દુર્જય રસનેન્દ્રિયને વશ પડીને મેં આવી આવી મિષ્ટ તથા સ્વાદિષ્ટ વસ્તુઓને ચાખવાની લાલચમાં પડી ભવ બગાડે, અને આપે તે પદાર્થોને છંડીને નિજ ગુણ રમણતાને અપૂર્વ રસ ચાખ્યો. મને તેજ પદ્ધતિ ઉચિત લાગે છે. આપના પસાયથી તેમ થાય એમ હું નિરંતર ચાહું છું. આથી સમજાવ્યું કે આ પૂજનના કાલમાં દાન અને ભાવધર્મની આંશિક આરાધના થાય છે, તેમ શીલ અને તપની પણ આંશિક આરાધના સમજાય તેવીજ સરલ છે. જુઓ, પૂજનના સમયે પ્રભુની સામે જ નજર રાખવી જોઈએ એમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org