________________
[૪૨]
શ્રી વિજયપધ્રસૂરિજી કૃત - અર્થ–સ્વસ્તિકને વિષે એટલે સાથીઓને વિષે જે ચાર પાંખડાં છે તે દેવતા, નારકી, તિર્યંચ અને મનુષ્યની ગતિ એ ચાર ગતિ જણાવનાર છે. સાથીઓ ઉપર જે ત્રણ ઢગલીઓ કરવામાં આવે છે તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીને જણાવવા માટે છે. અને તેના ઉપર જે અર્ધ ચંદ્ર જે આકાર કરાય છે તે સિદ્ધોના સ્થાનરૂપ સિદ્ધશિલા બતાવવા માટે છે. ભાવાર્થ એ છે કે જ્ઞાનાદિ ત્રણ ચાર ગતિનો નાશ કરે છે અને તેથી સિદ્ધશિલારૂપ મેક્ષની પ્રાપ્તિ થાય છે, વળી હે શ્રાવક! સ્વસ્તિકની રચના કરવા માટે અખંડ અને વેત-ધોળા-સ્વચ્છ ચેખા વાપરવામાં ભૂલ કરીશ નહિ. ૪૭.
આ ગાથામાં અક્ષતપૂજાની ભાવના કહે છે -- જે દર્શનાદિકના બલે ગતિ ચાર છેદી પાંચમી, ગતિ સિદ્ધિ પામ્યાઆપદીલમાં તેમને તો બહુ ગમી; ચાર ગતિને છેદનાર દર્શનાદિક આપજો, જેથી લહું હું સિદ્ધિ અક્ષત પૂજનામાં ભાવ. ૪૮
અર્થ: હે પ્રભુ! આપ જે દર્શનાદિ એટલે સમ્યગ જ્ઞાન, દર્શન, અને ચારિત્રના બલથી ચાર ગતિને ક્ષય કરી પાંચમી સિદ્ધગતિને પામ્યા છે, તે મને ઘણું પસંદ પડી છે–તે મેળવવાની મારી પણ ઈચ્છા છે. માટે ચાર ગતિને નાશ કરનાર સગ દર્શનાદિ ત્રણ સાધન મને આપે, જેથી હું પણ મોક્ષને મળવું, એવી ભાવના અક્ષતપૂજા કરતી. વખતે ભાવવી. ૪૮.
છે માટે ચાર
જ
પણ એ જ દર્શનાદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org