________________
[૩૮]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત વિચારીને પિતાના હદયમાં (જે કર્માધીન હોવાથી દુઃખ આપે, તે પણ ક્ષમા કરવા એગ્ય છે એમ જાણીને) શાંતિ– ક્ષમાગુણને ધારણ કરતા તથા (આ જીવને આવા વર્તનથી કેવાં દુઓ ભેગવવા પડશે એવી ભાવનાથી) કરૂણ-દયા ગુણને ધારણ કરી પિતાનું હિત કરનાર છે એવું માની અપરાધી જનોના પણ સાચા તારક-ઉદ્ધારક બને છે. આવી પ્રભુના હૃદયની ઉદારતાને વિચારીને હું પ્રભુના હૃદયની સેવા કરું છું. ૪૧
હવે બે ગાથાઓ વડે નાભિની પૂજા કરવાનું કારણ સમજાવે છે – શરની નાભિ વિષે આરા કસોકસ જિમ ભર્યા. દેવાધિદેવ પ્રભુ વિષે પણ તિમ અનંત ગુણે ભય; લેક નાભિ સમાન તિછી લેકમાં પ્રભુ દેવના, કલ્યાણક પાંચે થયા સવિ લેક ઘર આનંદના. કર
અર્થઃ—જેવી રીતે શકટ–ગાડાના પૈડાની નાભિમધ્યભાગને વિષે ઠાંસીને આરા ભરેલા હોય છે, તેવી રીતે દેવાધિદેવ–દેવને પણ પૂજ્ય એવા જિનેશ્વરને વિષે પણ અનંત ગુણો ભરેલા છે. વળી (ચૌદ રાજ લેકના મધ્યમાં આવેલ હોવાથી) કનાભિ સમાન તિછલેકમાં પ્રભુના પાંચે કલ્યાણક થયા કે જેના પ્રતાપે તમામ જીવો આનંદના ઘર (આનંદી) બન્યા હતા. ૪૨.
૧. તમામ જીવોને વાસ્તવિક સ્થિર કલ્યાણ-સુખ અથવા આનંદ આપનાર હોવાથી તે કલ્યાણક કહેવાય છે. તેનાં પાંચ નામ આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org