________________
શ્રી ધર્મજાગરિકા * *
[૩૭] રૂપી મધુર કર્ણપ્રિય વનિને વાણીને પર્ષદાસભા સાંભળે છે. જે ઉપદેશ વાણી તરસ અને ભૂખની આપત્તિનો નાશ કરે છે. (પ્રભુવા સાંભળવામાં તલ્લીન બનવાથી ભૂખ અને તરસનું ભાન રહેતું નથી. અથવા પ્રભુવાણ પ્રમાણે વર્તવાથી પરંપરાએ મોક્ષ પ્રાપ્તિ હોવાથી ભૂખ અને તરસને નાશ થાય છે.) જે વાણીથી જીવો હેય–છોડવા ગ્ય હિંસા, જૂઠ, ચેરી વગેરેને તજીને વ્રત નિયમ વગેરેના સાધનારા થાય છે. આ પ્રભુના કંઠમાંથી નીકળતી વાણુને પ્રભાવ છે. એવી ભાવના મનમાં લાવીને પ્રભુના કંઠની શુભ (કલ્યાણકારી) પૂજા કરું છું. ૪૦.
પ્રભુના હૃદયની પૂજા કરવાનું કારણ કહે છે – અનુકૂલ ને પ્રતિકૂલ ઉપસર્ગો કરે શત્રજને, મિત્ર માની હૃદયમાંહે શાંતિ ને કરૂણા તણો; ગુણ ધારતા હિત માનતા તારક ખરા અપરાધીને, એવું વિચારી હું કરૂં પ્રભુ હૃદય કેરી પૂજના. ૪૧
અર્થ –શત્રુજને (ષી જી) પ્રભુને અનુકૂલ તથા પ્રતિકૂલ ઉપસર્ગો કરે તે પણ પ્રભુ તે તેને મિત્ર સમાન
૧. અનુકૂલ ઉપસર્ગો–જે લલચાવનારા ઉપસર્ગોથી છવ પિતાના ધ્યાનથી પતિત થાય જેવા કે ધન રાજ્ય વગેરે આપવાના તથા સ્ત્રીઓના હાવભાવ વગેરે દ્વારાએ થાય, તે અનુકૂલ ઉપસર્ગ કહેવાય.
૨. પ્રતિકૂલ ઉપસર્ગો–જે ઉપસર્ગોથી છવને અતિશય દુઃખ થાય તેવા મારવું, કાનમાં ખીલા ઠેકવા, રાક્ષસ વગેરેનાં રૂ કરી ભય પમાડ વગેરે ઉપસર્ગો તે પ્રતિકૂલ ઉપસર્ગ કહેવાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org