________________
શ્રી દેવિસતિ જીવન
[ ૬૬૫ ] રસ્તે નિરંતર દોરવો, અને સ્થિર કરવો. જેથી ભવિષ્યમાં સંયમને સાધીને મુક્તિપદ પામી શકાય.
બાર વ્રતની આરાધના કરવાનો અવસર પ્રબલ પુદયે મલે છે અને પુણ્યશાલી ભવ્ય જીવો આ વતની નિર્દોષ આરાધના કરી સંસારની પ્રવૃત્તિમય દુષ્ટ વાસનાઓ મનમાંથી ખસેડે છે, અને ભગતૃષ્ણને ગુલામડી બનાવી સંતેષમય જીવન બનાવે છે. શુદ્ધ આચાર પાળીને મુનિઓના ખરા મદદગાર બને છે. ધાર્મિક તેજ વધારીને અને બીજાઓને ધર્મના માર્ગે દોરીને પિતાનું જીવન પર પકારમય દયારસિક બનાવે છે. છેવટે હસતાં હસતાં સમાધિ મરણ પામીને જરૂર આત્માનું કલ્યાણ કરે છે. આવી હિતશિક્ષા મનમાં ધારણ કરીને આ દેશવિરતિ જીવનને પહેલાં મનન કરીને વાંચવું. પછી આજીવિકા વિગેરેનાં સાધને તરફ લક્ષ્ય રાખીને બારે વ્રતની નેંધ કરવી. ત્યાર બાદ તે નેંધ ગીતાર્થ ગુરૂ મહારાજ વિગેરે અનુભવી મહા પુરૂષને વંચાવવી. જેથી ભૂલ સુધરે, અને યોગ્ય ફેરફાર કરી શકાય. પછી શ્રી ગુરૂ મહારાજની પાસે ઉત્તમ મુહૂર્ત નંદિ (નાંદ) મંડાવીને વિધિ પૂર્વક પંચની સાક્ષીએ બારે વ્રતો અંગીકાર કરવા. આમાં છેવટે આ પ્રમાણે ધારણા રાખવી:–મારી ટીપમાં લખ્યા મુજબ યાજજીવ સુધીને માટે શુદ્ધ ભાવે બારે વ્રતને સ્વીકારું છું. તેની નિર્મલ ભાવથી આરાધના કરીશ. આ વ્રતમાં અજાણુપણું વિગેરે કારણેને લઈને ભૂલચૂક થાય તો ગીતાર્થ સંગ્નિ શ્રી ગુરૂમહારાજની પાસે આલેયણા (આલેચના, પ્રાયશ્ચિત્ત) લેવી, અને ફરીથી તેવી ભૂલ ન થાય, તેમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org