________________
શ્રી દેશુવિરતિ વન
[ ૬૩ ] આ મુનિ આટલું બધું ઘી વહોરે છે, તેથી ભી લાગે છે.” આમ ભાવ પડયા તેથી બારમા દેવલેકે જવાની લાયક કાત મેળવી. જે ચઢતા ભાવ રહ્યા હતા તે પહેલાં કહ્યું તે પ્રમાણે અનુત્તર દેવ થાત. છેવટે તે શેઠ પિતાના પાપની આલોચના કરી કાલધર્મ પામી બારમાં દેવલોકે દેવ થયા. આ બીના યાદ રાખીને દાન દેતાં શ્રાવકે સંકલ્પ વિકલ્પ કરવાની ટેવ છેડી દેવી જોઈએ. . આ વ્રત લેતી વખતે એમ બોલવું જોઈએ કે, ઉપર જણાવ્યા મુજબ અતિચાર ટાળવાને ખપ કરી “ર વરસે આટલી ( ) વાર અતિથિ સંવિભાગ કરું? એમ દ્વવ્યાદિકથી તથા છ છીંડી, તથા ચાર આગાર અને ચાર બેલે કરી આ બારમા અતિથિ સંવિભાગ વ્રતને અંગીકર કરું છું ' આ પ્રમાણે જેમાં સમ્યકલની મુખ્યતા છે એવા બાર વ્રત અંગીકાર કરવાનું વર્ણન કર્યું, તેમાં જ્યાં જ્યાં જયણા (આગાર) રાખી છે, ત્યાં ત્યાં ધારેલા ભાંગાને અનુસરતા નિયમો લાગુ પડતા નથી. એટલે કાયાથી આરંભાદિત નિષેધ કરાય, અને મનમાં વિચાર આવે તથા વચનથી તેવા વેણ બોલાય, તેની જયણું (મન વચનથી કરવા કરાવવાને નિયમ નથી કર્યો ) રાખી છે. આમાં ખાસ કારણે આદેશ દેવાય, કે ઉપદેશ દેવાય તેની જાણ રાખવી. આ બધા ઘતેમાં (૧) ધર્મકરણી, (૨) જિનશાસનની પ્રભાવના (૩) શ્રી જિનશાસનને થતો ઉડ્ડાહ અટકાવવા જે કરાય તેની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org