________________
શ્રી દેશવિરતિ જીવન
[ ૬પ૩] - ૯૮ જે ચીજ બરોબર અચિત્ત થઈ નથી, તેવી ચીજ સાધુને વહોરાવાય નહિ, અને મુનિરાજ ત્યે પણ નહિ. કારણ કે તેવી અપરિણત (કાચી પાકી) ચીજ લેતાં અને દેતાં અપરિણત દેષ લાગે. લીલાં મરચાં અને કેથેમીની ચટણું તથા (ચૂલે ચઢાવ્યા વિનાને) પપૈયાને કર્યુ અને ચુલે ચઢાવ્યું હોય, છતાં બબર નહિ ચઢેલું એવું કાકડીનું શાક વિગેરે પદાર્થો હોરાવતાં અને લેતાં બહુ જ કાળજી રાખવી જોઈએ. કારણ કે હેરાવનાર કે લેનાર આ બાબત બેદરકારી રાખે તે આ અપરિણુત દેષ લગાડે છે. યાદ રાખવું જોઈએ કે તદ્દન અચિત્ત થયેલ પદાર્થ જ હેરાવાય અને સાધુથી લેવાય. આ બાબતની બંને જણાએ જરૂર માહીતગારી મેળવવી જોઈએ. એમ ઉકાળેલા પાણીમાં પણ ચીવટ રાખવી જોઈએ. ત્રણ ઉકાળા આવવામાં લગાર પણ કચાશ હાય, તે તેવું પાણી અચિત્ત કહેવાય જ નહિ. માટે જ તેવું પાણી ઉપવાસાદિમાં પીવાય નહિ, સાધુને હેરાવાય નહિ, અને મુનિરાજથી લેવાય પણ નહિ. વિશેષ બીના “શ્રી શ્રાવક ધર્મ જાગરિકા માંથી જાણવી.
૧૦. છર્દિત દેષ-મુનિરાજને હેરાવતાં ધ્યાન રાખવું કે ઘી વિગેરેનાં ટીપાં જમીન ઉપર ન પડવાં જોઈએ. જમીન ઉપર ટીપાં પડતાં હોય ને હરાવીએ તે એમાં જીવહિંસા, ઝઘડે વિગેરે ઘણું નુકસાન થાય. જુઓ, શ્રી ઉપદેશ પ્રાસાદ વિગેરે અનેક ગ્રંથમાં આ બાબત એક દષ્ટાંત દીધું છે તે ટુંકામાં આ પ્રમાણે–વરદત્ત નામના મંત્રી શ્રી સુજાત મુનિને પરમ હર્ષથી ઘી, દૂધ વિગેરે આહાર વહેરાવવા તૈયાર થયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org