________________
[ ૬૦૦
શ્રી વિજયપધસૂરિજી કૃત
શ્રી ઉપદેશ પ્રાસાદમાં (૧) સચિત્ત (૨) સચિત્તપ્રતિ બદ્ધ, અને (૩) અભિષવ એટલે ઘણું ચીજોના સંધાનથી જે થાય, તેવા અથાણું વિગેરેને સાવદ્ય આહારને છેડનારા જી, બીનકાળજી વિગેરે કારણથી વાપરે, તે તેમને અતિચાર લાગે. (૪) મિશ્રાહાર એટલે સચિત્તને અંશ કંઈક છે. એવા પદાર્થને અચિત્ત માનીને વાપરે તે અતિચાર લાગે. પ-દુષ્પકવાહાર. એમ પાંચ અતિચાર ગણાવ્યા છે. તથા શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ (વંદિત્તા) સૂત્રની ટીકામાં કહ્યું છે કે–અપકવાહાર અને તુચ્છૌષધિને સચિત્તાવાર નામના પહેલા અતિચારમાં ગણવા. આ સાતમા વ્રતના પ્રભાવે પ્રવરદેવ નામના ગૃહસ્થને કોઢ રેગ નાશ પામ્યો. તે મહા ધનવાન થયે, અને દાનાદિ ધર્મ સાધીને પહેલા દેવલોકમાં સામાનિક દેવા થયો. ત્યાંના સુખ ભેગવીને કમલપુરમાં શુદ્ધબાધ નામના શ્રાવકનો દીકરો થયા. અહીં તેના પુણ્યથી દુકાળ મટીને સુકાળ થયે. અનુક્રમે મેટી ઉંમરે બારે વ્રત અને દીક્ષા સાધીને સિદ્ધ થયો. શ્રી ઉપદેશ પ્રાસાદના બીજા ભાગમાં આ બીના વિસ્તારથી કહી છે. ભેગેપભેગ શબ્દથી જે કે કર્માદાન ન લઈ શકાય. પણ કર્માદાન (રૂપ સાધન) ની સેવનાથી ભેગ અને ઉપભેગના સાધન મળે એટલે ભેગોપગના સાધને મેળવવા માટે કર્માદાનની પ્રવૃત્તિ થાય છે, આ ઈરાદાથી અહીં કર્માદાનને ત્યાગ કરવા વિગેરે બીના જણાવી છે. આ વ્રતને અંગે સવારમાં ઉઠીને આવી ભાવના ભાવવી કે કામ ભેગને મહા દુઃખ દેનારા છે. એમ સમજીને સર્વથા ગોપગથી અલગ રહેનારા પૂજ્ય મુનિવરેને હંમેશાં નમસ્કાર કરું છું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org