________________
[૨૪]
શ્રી વિજયપદ્રસૂરિજી કૃત
વિશિષ્ટ લાભ જાણું મેહનું ઝેર ઉતારવાને જરૂર પ્રતિક્રમણ કરવું જોઈએ. ૨૪. - પ્રતિક્રમણ કર્યા પછી દેરાસરમાં જઈ શું શું કરવું તે કહે છે – શુદ્ધ થઈ જઈ ચંગ મંગલ ચૈત્યમાં સંક્ષેપથી, કર વાસ આદિક ચૈત્યવંદન ભક્તિ ઈમ બે ભેદથી; વિધિ સાથ પ્રત્યાખ્યાન કરનિજ શક્તિના અનુમાનથી, મન થીર હોવે એમ કરતાં લાભ તપને અંશથી. ર૫
અર્થ–પવિત્ર થઈને શોભાયમાન મંગલ ચિત્ય (ઘર દેરાસર)માં જજે. ત્યાં સંક્ષેપથી–ટુંકાણમાં પ્રભુની વાસક્ષેપ, ચામરથી વિજવું વગેરે દ્રવ્યભક્તિ તથા ચૈત્યવંદન કરવા વડે ભાવભક્તિ કર. પછી પોતાની શક્તિના અનુસારે વિધિપૂર્વક પચ્ચખાણ કરજે. આમ કરવાથી મનની સ્થિરતા થાય છે. તેમજ તેથી તેટલે અંશે તપને લાભ પણ મળે છે. ૨૫.
આ ગાથામાં પચ્ચખાણના પ્રકાર જણાવે છે – કાલને સંકેત રૂપ બે ભેદ પ્રત્યાખ્યાન ના, નવકારસી વળી ગ્રંથિ આદિક જાણજેક્રમ ભૂલના; ભક્તિ ચૈત્યે ગમન ધનિકે ધામધૂમ પૂર્વક જતા, અન્ય ઉદ્ધત ભાવ જન પરિહાસ ઈડીને જતા. ૨૬
અર્થ–પચ્ચખાણના બે ભેદ છે–૧ કાલ પચ્ચખાણુ,૧
૧. કાલ પચ્ચખાણ-જે પચ્ચખ્ખાણમાં કાલની મુખ્યતા હોય છે, જેમકે “નવકારસી'ના પચ્ચખાણમાં બે ઘડી. “પિરસી” ના પચ્ચખાણમાં એક પાર વગેરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org