________________
શ્રી દેશવિરતિ જીવન
[ ૫૫૭ ]
અને છોડનારા જ સ્વર્ગ જાય.” તેમજ રાતા મૂળાને માંસની જેવા અને સફેદ મૂળાને દારૂની જેવા કહ્યા છે. આ મૂળા
જ્યાં રંધાય તે ઘર શમશાન જેવું જાણવું, એમ સ્વપર શાસ્ત્રમાં મૂળા ખાવાની ના પાડી છે. એવી રીતે દાંડલી વિગેરે પાંચ વાનાં અભક્ષ્ય સમજવા. વિશેષ બીના “શ્રી શ્રાવક ધર્મજાગરિકામાં ”થી જાણવી. ૨૫-બીલાડીના ટોપ, ૨૬ –અંકુરાવાલું વિદલ, ૨૭-ડંક વત્થલે (એક જાતનું શાક) ૨૮-શૂકર નામના વાલ, હાલ જે વપરાય છે તે “વાલ” નહિ. ૨૯પત્યંક=પાલખું નામનું શાક. ૩૦-કૂણી આંબલી, ૩૧-આલુકંદ, ૩૨-પિંડાલ. આ અનંતકાયનાં લક્ષણ વિગેરેની બાબતમાં જરૂરી બીના શ્રી શ્રાવક ધર્મજાગરિકા ૨૫૦ મા
લોકના વિવરણથી જાણવી. સુંઠ સિવાય અનંતકાયની સૂકવણને પણ જરૂર ત્યાગ કરે, કારણ કે તેવી સૂકવણું વાપ- - રવાથી નિરાશક( નિર્દયીપણું વિગેરે ગેરલાભ થાય છે. બહુ સ્વાદિષ્ટ બટાકાની કાતરી વિગેરે ભૂખને સારી રીતે શમાવે છે, તેથી તેમને જીભની લાલસાને લઈને સૂંઠની જેવા ગણવા એ ગેરવ્યાજબી છે. આ બાબતમાં દષ્ટાંત એ છે કે ધર્મરૂચિ” નામે રાજકુમારે મુનિવરોની સાથે વાતચીત કરતાં જાણ્યું કે “સાધુઓને યાવજજીવ અનાકુદ્ધિ (એટલે લીલોતરીને છેદન ભેદનાદિ નહિ કરવું તે અનાકુટ્ટિ કહેવાય.) હોય છે.” આને વિચાર કરતાં તેને જાતિસમરણું જ્ઞાન થયું. તેથી જાણ્યું કે “મેં પાછલે ભવે દીક્ષા લઈને બધા વનસ્પતિના જીવોને અભયદાન દીધું હતું તે મારે હાલ પણ તેમ કરવું ઉચિત છે.” આવું વિચારી તે પ્રત્યે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org