________________
શ્રી દેશવિરતિ જીવન
[૫૪૯ ]
ણના દિવસ સિવાયના દિવસમાં એકાસણું (૬) દિવસે બ્રહાચર્ય અને પર્વમાં શીલ, સચિત્ત, તથા વિગઈને ત્યાગ. વિગેરે નિયમ પાલતા હતા. તેમજ રાજધર્મના પરવશપણાને લઈને નિર્દોષ, પરિમિત, ગોપભોગના પદાર્થો ઉપયોગમાં લેતા હતા. અને પંદર કર્માદાનથી જે આવક આવે, તે તેના પટ્ટા ફાડીને સર્વથા બંધ કરી હતી. આવી ઉચ્ચ વૃત્તિને લઈને જ્યારે શ્રેણિક રાજા તીર્થકર થશે, ત્યારે કુમારપાલ તેમના ગણધર થશે. વિશેષ બીના કુમારપાલ ચરિત્રથી જાણવી.. હવે બાવીસ અભક્ષ્યની ટૂંકામાં સમજુતી અને
તેને છોડવાની બીના કહે છે. તે આ સંબંધી વિસ્તારથી બીના શ્રી શ્રાવક ધર્મ જાગરિકામાં ૨૫૦ મા કલેકના વિવરણમાં ૨૫૧ મા પાનાથી જણાવી છે. ત્યાં ૩૨ અનંતકાયની બીના પણ જણાવી છે, તે ત્યાંથી જોઈ લેવી. તેમાંના જાણવા જેવા જરૂરી મુદા ટુંકામાં આ પ્રમાણે જાણવા.
૧. મદ્ય-એ કાઈથી અને પિષ્ટથી બને છે. પીવાથી દુર્ગતિના દુઃખને ભેગવવા પડે છે, અને લજાદિ ગુણે ટકી શક્તા નથી. મદ્ય (દારૂ)ને પીવાથી દ્વારિકાને દાહ થયે. આને ત્યાગ કરવાથી અંબાગણિઓ નામને શ્રાવક પરમ સુખી થયે. એમ સમજીને આને ત્યાગ કરે.
૨. માંસ–જલચરાદિના ભેદથી આના ત્રણ ભેદ છે. અથવા ચમદિની અપેક્ષાએ પણ ત્રણ ભેદ પડે છે. કાચા અથવા રાંધેલા માંસમાં પણ નિરંતર અસંખ્યાતા સંમૂર્ણિમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org