________________
શ્રી વિજયદ્રસૂરિજીકૃત
બુકમારૂ લાળી એ અમુક અમુક અણુવ્રત લીધેલાં છે એમ વિચારીને અણુવ્રતાથી વિરૂદ્ધ વર્તન-ઉલટુ આચરણ એટલે અતીચારાદિકને ત્યાગ કરું છું. એમ ભાવથી ચિંતવિના કરે. ૧૭.
- પૂર્વે કહ્યા પ્રમાણે કરવાથી શું લાભ? તે જણાવે છે – લજવાય જેથી દેવ ગુરૂ તિમ જનક જનની ધર્મને, લાગેજ દૂષણ પંચ અણુવ્રત તેમ બીજા નિયમને; તે કાર્ય ન કદી કરાય સંકટ લે ભલે તુજ પ્રાણને, હે જીવ! સાત્ત્વિક ધર્મ સાધન સેવજે ધરી હર્ષને. ૧૮
અર્થ:–હે જીવજે કાર્ય કરવાથી, દેવ, ગુરૂ, માતાપિતા અને ધર્મને લાંછન લાગે, તથા શ્રાવકના વ્રત જે પાંચ અણુવ્રત તથા બીજા નિયમમાં અતીચારાદિક દૂષણે લાગે તેવાં કાર્યો કદાચ તારા પ્રાણે ચાલ્યા જાય તેવું ભારે સંકટ આવે તો પણ કરાય જ નહિ. એમ સમજી હે ચેતન !
૧. અવ્રતઃ—અણુ નાનાં એવાં વ્રત તે અણુવ્રત. તે પાંચ છે. ૧ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, ૨ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત, ૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. ૪ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત, ૫ સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત. સાધુ મહારાજનાં સ્થૂલ શબ્દ રહિત પાંચ મહાવ્રત છે. તે મહાવ્રતની આગળ શ્રાવકનાં વ્રતો અમુક અમુક પ્રકારની હદ તથા જયણવાળાં (છુટવાળાં) હોવાથી સ્થૂલ (અલ્પ અથવા નાનાં) છે. માટે શ્રાવકનાં વ્રતને અણુવ્રત કહ્યાં છે. તે અણુપણું જણાવવાનું શ્રાવકનાં વ્રતની આગળ સ્થૂલ શબ્દ મૂકવામાં આવે છે.
. '
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org