________________
| | પ્રસ્તાવના છે. जीवंते जम्मिमुणो, जीवंते सज्जणा सयायारा ॥ जीवइ परोक्यारी, जाओ सो चेवणेवण्णा ॥ १ ॥
પ્રાચીન મહાપુરૂષોએ હિતશિક્ષાના રૂપમાં ફરમાવ્યું છે કે જે જો , તેને મરવાનું જરૂર હોય છે. પરંતુ કયા જીવને જન્મ સાર્થક ગણાય ? આ પ્રશ્નના જવાબમાં સમજવા જેવી અગત્યની બીના એ છે કે જેમના જીવનમાં હજારે સજજન મુનિવરેની જીવનદોરી ગુંથાઈ છે, એટલે જેઓ હજારે જીના ઉંચા જીવનમાં નિઃસ્વાર્થભાવે મદદ કરે છે, એમ અનેક પ્રકારે પરોપકાર કરવામાં તીવ્ર ઉત્સાહી હોય, તે જીવોને જન્મ સફલ ગણાય. શ્રી જેનેન્દ્રશાસનમાં તેવા ઉત્તમ જીવન ગુજારનારા ભવ્યજીમાં પહેલા નંબરના પંચમહાવ્રતધારી સાધુ વિગેરેને અને બીજા નંબરના શ્રાવક વિગેરેને ગણ્યા છે. સુખનો પ્રશ્ન પૂછતાં દરેક જીવ એમજ કહેશે કે મારે સુખ જોઈએ. જ્યારે સુખની જરૂરિયાત જણાય છે, તે પછી કો સમજુ માણસ સુખના કારણોની સેવન ન કરે ? પવિત્ર આગમાદિ મહાશાસ્ત્રોમાં સર્વવિરતિ, દેશવિરતિ, પરોપકાર, દાને શીલ તપ ભાવના પૂજા સ્વાધ્યાય વિગેરે સુખના ઘણા કારણે સ્પષ્ટ રીતે સરાજાવ્યા છે. આમાં જ્યારે મોહનીય કર્મનું જોર વધારે પ્રમાણમાં ઘટે, એટલે આત્મા બલી બનીને એમ વિચારે કે-“હે જીવ! જેમ દુનિયામાં હીરા માણેક નું વિગેરેના પ્રમાણ કરતાં હું વધારે પ્રમાણમાં હોય છે તેવી રીતે ધર્મમાર્ગમાં દોરનારા સાધના કરતાં અધર્મના રસ્તે દોરનારા સાધને દિવસે દિવસે વધારે પ્રમાણમાં દેખાય છે. અનાદિ કાલના નીચ અભ્યાસથી મોહી અને તે તરફ રૂચિ પણ તરત થાય છે. પણ જરૂર સમજજે કે, એ બધી નીચે પ્રવૃત્તિ કરાવનાર એક મેહજ છે. એના પંઝામાં સપડાયેલા અનંતા એ આત્મરમણતા ગુમાવી છે. હવે તું આત્મિક વીર્યને ઉત્સાહથી ફેરવીને તેવી બાલચેષ્ટાને છેડી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org