________________
શ્રી ધર્મજાગરિક
[૭] શથી) નિર્મળ ભાવવાળા બનીને ૧દ્રવ્ય તીર્થકર દેવપણને વિષે રહ્યા છતાં પણ હંમેશાં પ્રીતિપૂર્વક મનુષ્યભવને ચાહે છે. એટલે દેવપણામાંથી હવે હું મનુષ્ય ક્યારે થઈશ? એવી ચાહના રાખે છે. ૬
હવે ધર્મજાગરિકા કેવી રીતે કરવી તે સમજાવે છે – ખેડૂત વષકાલમાં વાવે પછી સુખિયે થવા, હે જીવ! તેં શું પુણ્યસાધ્યું પરભવે સુખ પામવા; પહેલાં કરેલી પુણ્ય કરી શુભ કમાણી ક્ષીણ થઈ, વહેલે ચેત થા ન ઘેલે બહાત ગઈ છેડી રહી. ૭
અર્થ–જેમ ખેડુત ભવિષ્યમાં શિયાળામાં અને ઉનાળામાં) સુખી થવાના ઈરાદાથી વર્ષા ઋતુ (માસા)માં ખેતી કરે છે તેમ હે જીવ! પરભવમાં સુખ મેળવવા માટે તે કયા ક્યા પુણ્ય કાર્યો કર્યા. હાલ કદાચ તું માટી અદ્ધિવાળે અને સુખી હોય, તેથી એમ ધારીશ નહિ કે સુખના સાધને કાયમ રહેવાના જ છે. કારણ કે હાલમાં તેને પ્રાપ્ત થએલી (મળેલી) સુખની સામગ્રી એ તે તે પૂર્વે કરેલા પુણ્યની કમાઈ છે તેને તું ભેગવી રહ્યો છું અને ધીમે ધીમે
૧. દ્રવ્ય તીર્થકર–જે આગામી ભવમાં તીર્થકર થવાના છે એવા તીર્થકરના છે, તેમજ તે ભવમાં પણ જે તીર્થકર થવાના છે તે પણ જ્યાં સુધી કેવલજ્ઞાન પામ્યા નથી ત્યાં સુધી દ્રવ્ય તીર્થકર કહેવાય. તથા કેવલજ્ઞાન પામ્યા ત્યારથી મોક્ષ પ્રાપ્તિ સુધી ભાવ તીર્થકર તથા તેજ જીવ મેક્ષે જાય ત્યારથી પણ દ્રવ્ય તીર્થકર કહેવાય. તેમાંથી અહીં તે ચરમ ભવની પહેલા દેવભવમાં રહેલા તીર્થકરને અધિકાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org