________________
[ ૪૦૨]
શ્રી વિજયપધસૂરિજી કૃત એવું ડહાપણ જે કર્મને બાંધતી વખતે રાખ્યું હતું, તો આવી કરૂણાજનક બેહાલ સ્થિતિ આવતજ નહિ. આ બાબતમાં દષ્ટાંત એ કે એક માણસને ભરપૂર તાવ આવ્યો હોય, તે વખતે તેને કફને પણ વ્યાધિ પૂર જેલમાં છે. આ વખતે તેને દહી ખાવાની ઈચ્છા થઈ. વૈદ્યને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે “અત્યારે તે અનાજને દાણે ન લેવાય, તો પછી દહી તે કઈ રીતે લેવાય? તેમાં વળી આ કફને તાવ છે માટે દહી લેવાને વિચારજ ન કરે.” તે છતાં તેણે દહી ખાધું. તાવ વધ્યા. ઘણું વેદના થવા માંડી. સહન થતી નથી. ત્યારે હવે ડાહ્યા થઈને કહે છે કે મેં બહુ મૂખઈ કરી કે-દહી ખાધું. પણ હવે કહેવું શા કામનું? દહી ખાતી વખતે ભાન રાખવાની જરૂરીયાત હતી. એમ ભગતૃષ્ણાના ગુલામ બનીને જ્યારે મૂઢ જીવો પાપકર્મ કરે, ત્યારે તેમણે જરૂર ચેતવું જોઈએ. એટલે ભગતૃષ્ણાને જ ત્યાગ કરવો. જેથી તેવા પાપકર્મ કરવાનો પ્રસંગ આવે નહિ. યાદ રાખવું કે કર્મની બાબતમાં બંધ સમય એ સ્વાધીન કાલ છે અને ઉદય સમય એ પરાધીન કાલ છે. કહેવાને સાર એ છે કે–જેઓ આશાના ગુલામ છે, તેમને આખી દુનિયાની ગુલામગિરી ભેગવવી પડે છે. અને જેઓ આશાને દાસી બનાવે છે, તેમને આખું જગત દાસ બનીને નમસ્કાર કરે છે. એમ તે બીજા દર્શન ગ્રંથમાં પણ કહ્યું છે કે “મારાથી જે રસ સે વાલા સર્વોચ્ચ | મારા વાર એવાં, તેવાં વાતે જો છે ? (૬) જેમ રાત્રી (રાત) અંધકાર (અંધારા) ને વધારે છે તેમ ભગતૃષ્ણા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org