________________
[ ૪૦૦ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત જીવન ગુજારીએ તોજ એ ત્રણે રાક્ષસેને ભય દૂર કરી શકીએ. ધમી જીવોના રાત દિવસ સફલ ગણાય, અધમીના નહિ. સગા સંબંધીઓ સ્વાર્થ પૂરતી જ સગાઈ સંબંધ રાખે, એમ સમજવું. તેઓના વિશ્વાસે આત્મહિત ન બગાડવું. (૨) મેઢેથી મીઠું બોલવું, અંદર ભાવે સામાને ખાડામાં ઉતાર, આવી સ્વાથી દુનિયાની પદ્ધતિ હોય છે. માટે તમે ચેતીને ચાલજે. (૩) જગતના બાલકપણુ, જુવાની, સંપદા, વિગેરે પદાર્થો ક્ષણભંગુર છે, એમ સમજીને “અત્યારે જુવાનીમાં તે પૈસા કમાવવા જોઈએ, ઘડપણમાં ધર્મ સાધીશું” આવા શેખશલ્લીના જેવા નિરર્થક વિચારે ન કરવા. કારણકે “તમે વૃદ્ધાવસ્થાને પામશેજ.” એમ નકકી કહી શકાય નહિ. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે ઘણુએ જ બાલ્યાવસ્થામાં અને કેઈક છે ભર જુવાનીમાં પણ ઉપક્રમ લાગવાથી મરણ પામે છે. વ્યાજબીજ છે કે લાંબુ જીવન પામવું એ સ્થિતિ પણ પુણ્યશાલી જીજ પામી શકે. તેમજ ઘડપણમાં પણ બધાની એકસરખી સ્થિતિ હોતી જ નથી. એમાં તે જેમ આસામી નબળો પડે, ત્યારે લેણીયાત ચઢી આવે તેવી સ્થિતિ હોય છે. ઘડપણમાં પહેલાના જેવી શક્તિ પણ ન હોય, અને ઘણું કરીને લોભ-લવલવ–અને લાલચ આ. ત્રણ લકરેને પણ જુલ્મ વધે છે. આવી વૃદ્ધાવસ્થા ધર્મ સાધવાને લાયક કઈ રીતે કહી શકાય? નજ કહી શકાય. (૪) દુનિયામાં ઘણુએ પદાર્થો (બનાવો) એવા છે કે જે સવારે જોયા તે બપોરે ન દેખાય. જે બપોરે જોયા, તે સાઝે ન દેખાય. આવું અનિત્યપણું નજરે નજર દેખીએ છીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org