________________
[૩૭]
શ્રી વિજયપધસૂરિજી કૃત પરિહરે જીવતાં સુધી બાવીશ સર્વ અભક્ષ્યને, ભક્ષ્યનું પરિમાણ કરજે ધારતાં સતિષને. ૩૭૦
અર્થ તમે જેથી ઘણાં ચીકણું કર્મ બંધાય તે ૧કર્માદાનને બીલકુલ સેવશે નહિ. વળી માખણ, મદિરા–દારૂ, માંસ અને મધ એ ચાર અભક્ષ્ય વિગઈઓ વાપરવાની છડી ૧ જેથી ઘણું કર્મોનું આવવું (આત્મા સાથે બંધાવવું) થાય તે કર્માદાન ૧૫ છે તે આ પ્રમાણે
૧ અંગારકર્મ–કુંભાર, ભાડભુંજા વગેરેનું અગ્નિ સંબંધી કામ. ૨ વનકર્મ—ખેતી, બાગ, બગીચા વગેરે કરવા તે. ૩ સાડી કર્મ—ગાડા, ગાડી વગેરે સંબંધી કર્મ. ૪ ભાટીકર્મ—ઘર, દુકાન, ઘેડા વગેરે ભાડે આપવા. ૫ સ્ફટિક કર્મ-કુવા, વાવ, તળાવ વગેરે દવા ખોદાવવા. ૬ દંતવાણિજ્ય–દાંત, હાડકાં વગેરેને વ્યાપાર. ૭ લાખવાણિજ્ય–લાખ, કસુંબ, હડતાલ વગેરેને વ્યાપાર. ૮ રસવાણિજ્ય—ઘી, તેલ, વગેરેને વ્યાપાર ૯ કેશવાણિજ્ય-વાળ, પીછાં વગેરેને વ્યાપાર ૧૦ વિષવિષ્યવાણિજ્ય–અફીણ સેમલ, ઝેર વગેરેને તથા
શસ્ત્રાદિકને વ્યાપાર. ૧૧ ય–પીલ્લણકર્મ––ઘંટી, ખાણી, ઘાણ વગેરેનું કામ. ૧૨ નિલ છનકર્મ –બળદ વગેરે જનાવરને આંકવા. ૧૩ દવદાનકર્મ-વનમાં અગ્નિ લગાડવો વગેરે. ૧૪ સરદહશોષણ કર્મ––સરેવર, તલાવ વગેરેના પાણીનું
શોષણ કરાવવું તે. ૧૫ અસતી પોષણકર્મ—-હિંસક પશુ વગેરે તથા વ્યભિચારી
વગેરેનું પિષણ કરવું તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org