________________
[ ૨૮૬]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત પણ સમજાય તેવી બીના છે. એ પ્રમાણે પહેલાથી છેલ્લા જિન સુધીમાં શીલ, તપ અને ભાવનામાં ઘટાડો થયો. પણ વાર્ષિક દાન તો દરેક તીર્થકરેએ સરખું જ આપ્યું. કારણ કે પ્રભુશ્રી ત્રાષભદેવે ત્રણ અઠ્યાસી કોડ અને એંસી લાખ સેનૈયાનું વાર્ષિક દાન આપ્યું, તેટલું જ શ્રી અજિતનાથથી માંડીને છેલ્લા તીર્થકર મહાવીરસ્વામીએ પણ આપ્યું. તેથી ચારમાં દાન પહેલું કહ્યું. આ સંબંધી શ્રી દાનપ્રદીપાદિ શાસ્ત્રોમાં ઘણું વર્ણન છે. માટે હે શ્રાવક! તું દાન ધર્મ મૂકીશ નહિ. ર૭૮.
બાલ જીવોને પણ સમજાય તેવી રીતે દાનને ઉપદેશ આપે છે– શ્રાદ્ધ દિનકન્યાદિમાં વર્ણન દીસે બહુ દાનનું, શક્તિ પ્રમાણે દાન દેવું અલ્પમાંથી અલ્પનું ખેત પણ થોડું દઈ વાવેલ કણને વાપરે, ગુણ ગણ વિકે શોભતો વ્યવહાર દાને તિમ ખરે. ર૭૯
અર્થ –શ્રાદ્ધદિનકૃત્ય, ધર્મરત્નપ્રકરણ, ઉપદેશ પ્રાસાદ વગેરે ગ્રંથોમાં દાનનું તથા તેના ફળનું ઘણું વર્ણન કરેલું છે. માટે શ્રાવકે યથાશક્તિ-શક્તિ પ્રમાણે થોડામાંથી પણ ડું દાન જરૂર આપવું. ખેડુત જેવા અભણ-અણસમજુ પણ પિતે વાવેલા ધાન્ય પાકમાંથી થોડું પણ ગરીબને આપીને
૧ ખળા વાઢમાં ધાન્યનો ઢગલે પડ્યો હોય, ખાટલે ઢાળી ખેડૂત બેઠે હૈય, પડખે થઈને કોઈ પણ ચાલ્યો જતે ભિક્ષુક માગણું કરે, ત્યારે સરલ ખેડુત ‘ઘણું પાપ કરી અનાજ મેળવ્યું, તેથી દાન દઈને પાપ ધોઈએ” આવું વિચારી જરૂર દાન આપશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org