________________
શ્રી ધર્મજાગરિક
[૨૩૩] - હવે શ્રાવક કઈ રીતે મુનિને નિમંત્રણાદિ કરે તે
જણાવે છે – નિસ્પૃહી મુનિરાજને નિર્દોષ આસન બેસવા, વિનતિ કરે પરિવાર સહ વિધિ સાચવીને વાંદવા; વિઘના દૃષ્ટાંતથી દેશાદિ મીમાંસા કરી, અશનાદિ વહોરા વિધાને દાન ભૂષણને ધરી. ર૩૩
અર્થ –પૃહા રહિત મુનિરાજને નિમન્ત્રણ કરીને (હેરવા માટે તેડી લાવીને) તેમને નિર્દોષ આસન ઉપર બેસવા માટે વિનતિ કરે. ત્યાર બાદ શ્રાવક વિધિપૂર્વક પિતાના પરિવાર સાથે તેમને વંદન કરે. વૈદ્યના દષ્ટાન્તથી દેશ કાલ વગેરેની મીમાંસા-વિચારણા કરે. ત્યાર પછી દાનના પાંચ ભૂષણને સાચવીને અશન વગેરે ચાર પ્રકારના આહારને હેરાવે. ૨૩૩.
નૈવેદ્ય થાળ (ભજનની પહેલાં) જરૂર મૂકવો જોઈએ. એ શ્રાવકને ધામિક વ્યવહાર છે. તે પછી ભોજન કરાય. એમ સહેજે સમજી શકાય છે. શ્રી ઉપદેશ પ્રાસાદ શ્રાદ્ધવિધિ આદિમાં આ બાબત વિસ્તારથી કહ્યું છે.
૧. જેમ વૈધ દરદીને તેને દેશ, કાળ, ભાવ વગેરે તપાસીને પછી યોગ્ય દવા આપે છે, તેમ ઉત્તમ શ્રાવકે પણ સાધુ મુનિરાજને ગોચરી હેરાવતાં સાધુ મુનિરાજ સંબંધી દેશ, શીત ઉષ્ણ ઋતુ સંબંધી કાલ, તથા મુનિરાજના ભાવ–પરિણામ એટલે અમુક વસ્તુ લેવાની ઈચ્છાવાળા છે કે કેમ ? વગેરે જાણીને મુનિરાજને હેરાવે. (અશનાદિ આહાર આપે.)
૨ ચાર પ્રકારના આહાર આ પ્રમાણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org