________________
[ ૨૬]
શ્રી વિપદ્મસૂરિજી કૃત स्वजनविरोधो बलीयसा स्पर्धा ॥ प्रमदाजनविश्वासः-मृत्योrળ વારિકા ૬
૨૪ વ્રત જ્ઞાનાદિ ગુણવંત પુરૂની પૂજા (પર્કપાસનાભક્તિ-વિનય) કરવી.
૨૫ પોષણ કરવા લાયક પુત્રાદિસ્વજન નેકર વિગેરેનું પિષણ કરવું, તેમના ધાર્મિક સંસ્કાર કેમ મજબુત થાય તે તરફ જરૂર લક્ષ્ય રાખવું. અવસરે શાંતિથી અને પ્રેમથી હિતશિક્ષા આપીને સન્માર્ગમાં જોડવા, બીન સમજણને લઈને અવળે રસ્તે જતા હોય તો અટકાવવા.
- ૨૬ જેમાં પોતાનું, દેશ, સંઘ, જ્ઞાતિ, સ્વજનાદિનું અહિત સમાયેલું હોય, તેવું કામ ભયંકર દુઃખ આપનાર છે, આવે દીર્ઘદ્રષ્ટિ વાપરીને વિચાર કરીને તેવું પ્રાણાતે પણ ઉત્તમ શ્રાવકેએ નજ કરવું. જે કરવાથી સ્વપરહિત થાય, તેવું કામ જલ્દી જરૂર કરવું.
ર૭ દુર્લભ માનવભવ પામીને હવે મારે શું કરવું જોઈએ? શું ન કરવું જોઈએ? કયા પદાર્થો ખાવા લાયક નથી? વિગેરે જરૂરી જે જાણવા જેવું હોય, તેને જાણવું. છેડવા લાયક જીવહિંસા વિગેરેને જરૂર છોડવા.
૨૮ અવસરે કોઈએ આપણું કામ કર્યું હોય, દુઃખના સમયમાં મદદ કરી હોય, ધર્મમાર્ગમાં આપણને આગળ વધાર્યો હોય, તેવા ઉપકારી પુરૂષને ઉપકાર જરૂર માન, તેની આજ્ઞા પ્રમાણે વર્તવું, ઉપકારને યથાશક્તિ બદલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org