________________
૧૩. ૫૨સ્ત્રી-૫૨ દ્રવ્ય-અને પ૨ નિંદાથી જેઓ દૂર છે, તેઓ પવિત્ર વસ્તુથી પણ વધુ પવિત્ર છે !
૧૪. સમજણ ભાડે મળે છે, પરંતુ સદ્દવર્તન ભાડે મળતું નથી. તે તો પોતે જાતે જ સેવવું પડે છે.
૧૫. ‘કોઈનું મારે ન જોઈએ અને મારું સૌને આપો” એવી ભાવના ભગવાન બનાવે છે !
૧૬. કોઈને પાડી નાખવામાં બહાદુરી નથી, પણ પડી ગયેલાને ઊભો કરવામાં સાચી વીરતા છે !
૧૭. સૌથી મોટો કોણ ? જે કોઈની પાસેથી કાંઈ પણ ઈચ્છતો નથી તે.
૧૮. આપણા મનના ચશ્માંનો જે રંગ હોય છે, તે અંગે જ આપણને દુનિયા દેખાય છે.
૧૯. સેવા-સહકાર-શ્રદ્ધા-સદૂભાવ જીવનની ઈમારતના ચાર પાયા છે.
૨૦. જ્ઞાનથી પ૨માત્માને જાણી શકાય છે, પ્રેમથી તેને ૫૨ખી શકાય છે અને ધ્યાનથી તેને મેળવી શકાય છે.
૨૧. ભાગ્ય બંધ તિજોરી છે, પુરુષાર્થ તેની ચાવી છે. ૨૨. તપનું અજીર્ણ ક્રોધ અને જ્ઞાનનું અજીર્ણ અભિમાન છે. ૨૩. માન માંગીને નહિ પણ આપીને જ મેળવી શકાશે. ર૪. ઉદાર આપીને શ્રીમંત બને છે, જ્યારે કંજૂસ સંઘરીને રંક બને છે.
૨૫. સંસારનું સુખ એ ખરેખર સુખ નથી, પણ દુ:ખનું જ એક બીજું નામ છે.
૨૬. જે સીધું ચાલે, સાદું ખાય, સાદું પહેરે અને સાચું બોલે તેનું નામ જ સત્પુરુષ.
૨૭. નિંદા કરવા કરતાં નિદ્રા લેવી સારી છે.
૨૮. ક્રોધના આવેશમાં કોઈ પણ કાર્ય કરવું તે તોફાની દરિયામાં નાવ ચલાવવા જેવું છે.
Jain Educationa International
૭૫
For Personal and Private Use Only
www.jainelibrary.org