________________
િવિચારણીય વાક્યો |
૧. પંડિત પુરુષ વિચારીને બોલે અને મૂર્ખજન બોલ્યા પછી વિચારે. આ બન્નેમાં આટલો જ ફરક હોય.
૨. ઉન્માર્ગે જાય તે મહાજન નહિ પરંતુ મૂર્ખજન કહેવાય.
૩. મનુષ્યભાવ પામીને જે આત્માઓ રત્નત્રયીની આરાધના કરે છે તેઓનો જન્મ સફળ થાય છે.
૪. નવયુગના નામે ફેલાવાતા ઝેરી પ્રચારથી બચવા માટે ધર્મક્રિયાઓ ખૂબ વધારો.
૫. પેટ ભરવાની વિદ્યા માટે વર્ષો ગુમાવ્યાં પણ સંસારમાંથી તા૨ના૨ તત્ત્વજ્ઞાન માટે કેટલાં વર્ષો કાયાં તેનો કદીએ વિચાર કર્યો છે ?
૬. શરીર તે હું નથી અને આજુબાજુ દેખાતી પુદ્ગલિક સામગ્રી મારી નથી.
૭. જે જ્ઞાનનું ફળ વિરતિ નથી તે જ્ઞાન અજ્ઞાન છે.
૮. સંસારમાં નહિ રહેવાની ઈચ્છાવાળો તે જેન અને જેન તો જિનેશ્વર પરમાત્માની વાણીનું રસપાન કરી આચરણમાં ઉતારે તેને જેન કહેવાય.
૯. આપણે જ્ઞાની છીએ કે અજ્ઞાની તે મહત્ત્વની વસ્તુ નથી પણ મહત્ત્વની વસ્તુ તો આપણું અંત:કરણ પવિત્ર છે કે અપવિત્ર તે છે !
૧૦. જીવનની એક ક્ષણ કરોડ સોનામહોરોથી પણ ખરીદી શકાતી નથી, તેને વ્યર્થ ગુમાવવા જેવી બીજી નુકસાની કઈ છે?
૧૧. પશ્ચાત્તાપથી પાપનાશ, પાપનાશથી ચિત્તશુદ્ધિ અને તેનાથી પરમાત્મ પદની પ્રાપ્તિ થાય છે !
૧૨. શરીરને ખોરાક અન્ન છે, મનને ખોરાક ભક્તિ છે, જ્ઞાનને ખોરાક ગુણાનુવાદ છે, નેત્રનો ખોરાક પરમાત્મ દર્શન છે. અને હાથનો ખોરાક પવિત્ર પુરુષોની સેવા છે !
૭૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org