________________
* છેલ્લાં ૧૨ શતકના આ સંગ્રહમાં ૧૫ર૩ લેખ છે. જેમાંના અર્ધા ભાગ કરતાં પણ વધારે ૧૦ લેખ એકલા ૧૫૦૦ થી ૧૬૦૦ સુધીના એક શતકમાં છે. એથી ઊતરતા એટલે ૨૫૦ લેખ એની પહેલાના ૧૪૦૦ થી ૧૫૦૦ સુધીના શતકમાં છે. આ બે શતકના લેખનો સરવાળો કરીએ તો ૧૧૬૦ લેખ એટલે કુલ લેખના પોણા ભાગના લેખો ફક્ત આ બે શતકમાં સમાઈ જાય છે. આ શતક પછીનો નંબ૨ ૧૩૦૦ થી ૧૪૦૦ સુધીના શતકનો છે. એ શતક આપણાથી ઘણું છેટે હોવાને લીધે તેના ઘણા લેખ જતા રહેલા હોવાનો સંભવ છે, છતાં હજુ પણ ૧૦૮ લેખ એ શતકના મળ્યા છે તે એ શતકમાં મૂર્તિઓ ગણી હોવાનો સબળ પુરાવો છે. વસ્તુપાળ તેજપાળે ઘણાં દેહરો બંધાવ્યાં ને ઘણી મૂર્તિઓ પધરાવી તે દેખાદેખી લોકોમાં મૂર્તિઓ વધારવાની વૃત્તિ વધી ગઈ. ઉપદેશક સાધુઓએ પણ એ જ ઉપદેશ ચાલતો રાખ્યો, પરિણામે ૧૫૦૦ થી ૧૬૦૦ સુધીમાં જ્યાં
ત્યાં મૂર્તિઓ જ મૂર્તિઓ થઈ રહી. જે ઘણું થાય તે કોઈની પણ આંખમાં આવ્યા વગર રહે નહિ. મૂર્તિઓની પ્રવૃત્તિ ઘણી વધી પડતાં લૉકાશાહ નામનો અમદાવાદનો વાણિયો તેના વિરોધી તરીકે બહાર પડ્યો. તેણે હજારો શ્રાવકોને મૂર્તિપૂજાના વિરોધી બનાવ્યા. સંવત ૧૬૦૦ પછીના આરંભ કાળમાં શ્રી હીરવિજય જેવા મહા પ્રભાવ આચાર્ય થયા. એમણે તેમજ એમની પછી ગાદીએ આવનાર સિંહ અને સેનસૂરિએ મૂર્તિઓ પધરાવવા અતિશય પ્રવૃત્તિ કરી છે, છતાં એમના શતકની મૂર્તિઓના ફક્ત ૯૮ લેખ છે જે એની અગાઉના શતકના ૯૦૦ લેખ સાથે સરખાવતાં બહુ જ જજ છે એમ કહ્યા વગર ચાલતું નથી. મૂર્તિઓની સંખ્યા એકાએક આટલી બધી ઘટી ગઈ તે આ શતકમાં મૂર્તિપૂજક જૈનો ઘટી ગયાનો સબળ પુરાવો છે. એક બાજુએ લૉકાશાહની સ્થાપેલો ધર્મ જોર ઉપર આવ્યો ને બીજી બાજુએ વલ્લભાચાર્યનો વૈષ્ણવ ધર્મ ફેલાતાં ઘણા શ્રાવક વૈષ્ણવધર્મી થયાં એ બે કારણથી આ શતકમાં શ્રાવકો અને તેમણે સ્થાપેલી પ્રતિમાઓની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ
મૂર્તિઓની સંખ્યામાં સૌથી વધારે ઘટાડો ૧૭૦૦ થી ૧૮૦૦ સુધીના શતકમાં જણાય છે. એકંદર ૧૫ર૩ લેખમાં આ શતકને ફક્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org