________________
ભવાઈ કરનારા લોકોની વાત "તરગાળા" એ નામે ઓળખાય છે, કારણ કે તેઓ પણ જનોઈ પહેરે છે. એ તરગાળા તે ત્રાગડવાળા એ શબ્દનો ઉચ્ચારભેદ છે. ત્રાગાળા (ત્રાગ કરનારા) એ અર્થમાં નથી.
સાતસે વર્ષ પહેલાંના એક પ્રસંગને માટે આજના દશા વીશાઓને ચઢતા ઊતરતા માનવા એ ભૂલ અજ્ઞાન છે.
બુદ્ધિવાદના હાલના યુગમાં દશા વિશા જેવા ક્ષુલ્લક ભેદો રાખી મૂકીને હજારો લોકોને સંકડાવી મારવા એ ભૂલ છે.
ઐતિહાસિક સ્થિતિને માટે શરમાવું અને તે સ્થિતિ છુપાવવા ઈચ્છવું એ અજ્ઞાન છે.
અપવાદ અનિવાર્ય છે. હિસાબે દશા વિશાની ૩૫ પેઢી ગુજરી ગઈ. ૩પ પેઢી ઉપરના વશાના પૂર્વજોએ નિદાતા બે માણસનો પક્ષ ના કર્યો તેને માટે ૭૦૦ વર્ષ પછીની જ તેમની પ્રજા ઉત્તમ અને દશાના પૂર્વજોએ નિદાતા બે માણસનો પક્ષ કર્યો તેને માટે ૩૫ પેઢી પછીની તેમની પ્રજાને હલકી માનવી એ ન્યાય અને એ બુદ્ધિવાદ અદૂભુત ગણાય ! બાપે દેવાળું કાઢ઼યું હોય તો પણ દીકરી સારી કમાણી કરતો થાય તો તેને કોઈ દેવાળિયો કહી શકતું નથી. શેઠ તરીકે જ સર્વ સ્થળે તે પ્રતિષ્ઠા પામે છે. પણ આ એબ તો દેવાળું કાઢવા કરતાં પણ વધારે ભયંકર કે આજે ૩૫ પેઢી વીતી ગયા છતાં હતું તે કાયમની કાયમ ! બાપે ચોરી કરી હોય ને જેલમાં જઈ આવ્યો હોય પણ દીકરો સદાચરણી થાય તો દીકરાને કોઈ ચોર કહેતું નથી, પણ અહીં તો ચોરનો ન્યાય પણ નહિ !
મુસલમાની રાજ્યકાળે શ્રાવકોના અને બ્રાહ્મણવર્ગના લાખો લોકોને મુસલમાનોએ જોર જુલમથી વટલાવ્યા છે. લાખો લોકોની બહેન દીકરીઓને પકડીને લઈ ગયા છે, લાખો દેવસ્થાનોનો નાશ કર્યો છે અને લાખો મૂર્તિઓ ભાંગી નાખીને મસ્જિદો ચણાવી છે. હાલના મુસલમાનોના પૂર્વજોએ આવાં ભયંકર કૃત્ય કર્યા છે, પણ એ કૃત્ય કરનારની દશમી પેઢીના કે પચીસમી પેઢીના હાલના મુસલમાનોને કોઈ ગુન્હેગાર ગણતું નથી. અત્યારે તો ઊલટા મુસલમાનોના પક્ષમાં રહેવાને હિંદુઓ તૈયાર થાય છે. પણ દશાના પૂર્વજોના ગુન્હો તો મુસલમાનોના પૂર્વજો.
४८
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org