________________
શ્રીમાળ અને શ્રીમાળીઓ
ભીનમાલ નગરરાજ જે સ્થાને જે જ્ઞાતિની સ્થાપના થઈ હોય અથવા જે સ્થાને જે જ્ઞાતિનું મુખ્ય સ્થાન હોય તે સ્થાન તે જ્ઞાતિનું "મહાસ્થાન” કહેવાય છે. નગરોનું મહાસ્થાન વડનગર, મોઢજ્ઞાતિનું મહાસ્થાન મોઢેરા, વાયડાઓનું મહાસ્થાન વાયટ તેમ શ્રીમાળીઓનું મહાસ્થાન શ્રીમાળ છે. અમદાવાદથી અજમેર જતી રેલવે લાઈનના પાલનપુર અને આબુરોડ સ્ટેશનથી પશ્ચિમે ચાળીસેક માઈલ ઉપ૨ ગુજરાત અને મારવાડની સરહદ ઉપ૨ શ્રીમાળ નગરનાં પ્રાચીન ખડેરો પડ્યા છે. ઘણું ખરું બધી પ્રાચીન જ્ઞાતિઓનાં મહાસ્થાન નષ્ટ ભ્રષ્ટ થઈ ગયાં છે. જાહોજલાલી ભોગવતી જ્ઞાતિનાં આદિસ્થાનમાં અત્યારે તે જ્ઞાતિનું એકપણ ઘર હોતું નથી. (વર્તમાનમાં જેને આપણે ભીનમાલ તરીકે ઓળખીએ છીએ).
કારણ કેबडे बडेकुं दुख है, छोटेसे दुख दूर; तारा सो न्यारा रहै, ग्रहै चंद्र और सूर.
મોટાઈ પામનારા દરેકને માથે મોટા ભય હોય છે. રાજસત્તાવાળાં અને ધનધાન્યથી ભ૨પૂ૨ નગરો ઉપર મોટા રાજકીય ભય અનેકવાર આવી પડે છે. મોટા રાજકીય હુમલાઓ આવે તે હંમેશાં એવાં સ્થાન તરફ જ ઘસતા આવે છે. શ્રીમાળ નગર ઉપર અનેક રાજકીય હુમલા આવ્યા છે અને અનેકવાર તેનો નાશ થયો છે. અને શ્રીમાળ પડ્યું છે તેમ એ નગરવાસીઓનું નામ શ્રીમાળી એ પણ તે કાળ પછી પડ્યું છે, તેથી શ્રીમાળનગરની સ્થાપના અંતે થઈ, એમ માનવું સુગમ પડે છે. વિમળપ્રબંધ અને વિમલચરિત્રમાં કહ્યા પ્રમાણે -
श्रीकार स्थापना पूर्व, श्रीमाले द्वापरान्तरैः । श्री श्रीमालि इति ज्ञाति, स्थापना विहिता श्रिया ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org