________________
ભળીને બીજી વર્ણોના જેવા આચાર વિચાર પાળતા થઈ ગયા હતા. જેઓ સત્તાવાળા હતા તેઓ તો સત્તાના બળે પોતાને શ્રેષ્ઠ ગણાવતા હતા, પણ (*એક જૈનકથા ઉપરથી સમજાય છે કે બૌદ્ધસંઘમાં જનોઈને ત્યાગ કરવો પડતો નહોતો.) આર્યપ્રજાનું વર્ણબંધન બહુજ મજબૂત બંધાયેલું હોવાથી તેઓ (પરદેશીઓ) આર્યપ્રજા સાથે અત્યંત એકરૂપ થઈ જતા નહોતા. જ્યારે બૌદ્ધ અને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો ચાલ્યો અને લાખો લોકો બ્રાહ્મણધર્મ છોડીને બૌદ્ધ કે જેનસંઘમાં ભળી ગયા, ત્યારે બ્રાહ્મણોને ડહાપણ આવ્યું અને તેમણે પોતાનામાંથી નીકળી ગયેલા લોકોને ફરી પોતાના ધર્મ અને સમૂહમાં દાખલ કર્યા, એટલું જ નહીં પણ પરદેશથી આવી રહેલા અને આર્યોના આચારવિચા૨માં ભળી ગયેલા લોકોને પણ તેમની યોગ્યતા પ્રમાણેના વર્ગમાં ગોઠવી દીધા. પુરાણોમાં આવી કથાઓ અલંકાર રૂપે નોંધાઈ છે. અમુક દેવને જરૂર પડી એટલે આટલા નવા ક્ષત્રિયો ઉત્પન્ન કર્યા અને અમુક દેવે આટલા નવા બ્રાહ્મણો ઉત્પન્ન કર્યા, એવી અનેક દંતકથાઓ રચાઈ છે. નવા ઉત્પન્ન કર્યા એટલે કંઈ આકાશ કે પાતાળમાંથી પેદા કર્યા અથવા લાકડાં કે માટીના બનાવ્યા એમ નહીં, પણ જેઓ અત્યાર સુધી ક્ષત્રિય કે બ્રાહ્મણ તરીકે ઓળખાતા કર્યા, એ જ એનો અર્થ.
ઊંચી પંક્તિની જયલીક વર્ણસંકર જાતિઓ તેમજ ઊંચી યોગ્યતાવાળી કેટલીએક પરદેશી જાતિઓ તેમજ ઊંચી યોગ્યતાવાળી કેટલીએક જાતિઓ એમને બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય વર્ગમાં દાખલ કર્યા. તેમજ ઊતરતી વર્ણની કન્યા લેવાથી જેઓ પતિત ગણાતા હતા, તેમને પણ તેમના આચાર વિચાર પ્રમાણે ઊંચી પંક્તિ પર મૂક્યા. પુરાણોમાં આવી કથાઓ પણ છે. અમુક બ્રાહ્મણોને નાગની કન્યા સાથે પરણાવ્યા, ને અમુક ક્ષત્રિય અમુક જાતની કન્યા પરણ્યા, તેથી અમુક જ્ઞાતિની પ્રજા થઈ. આવા બધા પ્રસંગોમાં કોઈ દેવનું, કોઈ અવતારી પુરુષનું કે કોઈ ઋષિનું નામ જોડવામાં આવ્યું છે. અસાધારણ કૃત્ય કરવું, સમાજમાં માન્ય ગણાતું ન હોય એવા કૃત્યને લોકમાન્ય કાર્ય તરીકે મંજૂર કરાવવું એ કામ કોઈ સાધારણ માણસથી થઈ શકે નહીં. કાં તો રાજસત્તાથી અથવા ધર્મસત્તાથી જ એવાં કામ
૪૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org