________________
"अमिच्छत्र वास्तव्यत चातुर्विद्य सामान्य कश्यपशस गोत्र વધ્રુવસવ્રઘવારી મટ્ટોવિન્દ્રસ્તસ્ય સૂનુ મટ્ટ નારાયળાય(ભરૂચના દર્દનું શક સં. ૪૧૭નું તામ્રપત્ર)
“मस्मै गार्ग्यस गोत्रायं वेदविद्यादाताय शिवार्याय
(શક સંપકર પૃથ્વીવલ્લભ સત્યાશ્રય ધ્રુવનું કરેલીનું તામ્રપત્ર)
વગેરે.
આથી સ્પષ્ટ સમજાય છે કે બ્રાહ્મણોની હાલની જ્ઞાતિઓ સંવત એક હજાર પહેલાં એવું વિશિષ્ટત્વ પામી નહોતી કે જેમનો કાયમના લેખોમાં ઉલ્લેખ કરી શકાય. એ કાળે હાલની ઘણીખરી જ્ઞાતિઓ હતી ખરી, પણ તે માત્ર કામચલાઉ સમૂહ, અને ગોત્ર જ બ્રાહ્મણોના કુળનો જાણવા જેવો ભેદ છે, એવું એ કાળના લોકો માનતા હોવા જોઈએ. સંવત અગ્યિારસે પછી જેમ જેમ નીચે ઊતરતા જઈએ છીએ તેમ તેમ પ્રાચીન લેખોમાં જ્ઞાતિઓના ઉલ્લેખ સ્પષ્ટ થતા જાય છે અને ગોત્ર કે જે બ્રાહ્મણોના કુળની ઓળખ તરીકે ઘણા લાંબા કાળથી ચાલતા આવ્યાં હતાં તે અદૃશ્ય થતાં જાય છે. જેમ
"ચાતુરવિશંતિ જ્ઞાતિ બ્રાહ્મણ ભટ પ્રેમાનંદ નામ"
"શ્રીગોડ માળવી વિપ્ર શુભ ત્કવિ શામળદાસ” વગેરે બ્રાહ્મણોમાં હાલ જે જ્ઞાતિઓ ચાલે છે તેમાં થોડી એક જ્ઞાતિઓ સંવત એક હજાર પછી બંધાઈ છે. ઉદીચ્ચ એ શબ્દ બહુ બહોળા અર્થનો છે. ઉત્તર દિશા રહીશ તે ઉદીચ્ય. ગુજરાત અને બીજા દેશોમાં વસતા બ્રાહ્મણો મૂળ ઉત્તરમાંથી નીકળીને બીજે રહેવા ગયા છે. એથી ઘણીખરી જ્ઞાતિઓ મૂળની ઉદીચ્ય ગણાય. હાલમાં ઉદીચ્ય એ નામ ફક્ત પાટણના સોલંકી રાજાઓએ જેમને ઉત્તરમાંથી તેડાવીને ગુજરાતમાં વસાવ્યા તેમના સમૂહને જ લગાડવામાં આવે છે. બ્રાહ્મણોની જ્ઞાતિ જે તે સ્થાનના નામથી બંધાઈ છે. ગુજરાતમાં ઉદિચ્ય બ્રાહ્મણોને પાટણના રાજાઓના તાબામાં હતું. અને ઔદિચ્ય બ્રાહ્મણોની વસ્તી સૌથી વધારે છે, કારણ કે ગુજરાતનું રાજતંત્ર પહેલાં પાટણના રાજાઓના તાબામાં હતું, અને ઔદિચ્ય બ્રાહ્મણોને પાટણના રાજકર્તાઓનો ખાસ આશ્રય હતો. મોઢ અને શ્રીમાળી
Jain Educationa International
૩૫
For Personal and Private Use Only
www.jainelibrary.org