________________
છે તેવું વિશિષ્ટત્વ તે કાળે નહોતું. એટલે પુરાણોમાં તેમજ તે કાળના ખીજા ગ્રંથોમાં જ્ઞાતિઓ સંબંધી વિશેષ હકીકત લખાયેલી નથી. જો કે કેટલીએક જ્ઞાતિઓનાં પુરાણો રચાયાં છે, અને તે પુરાણોને અઢાર મહાપુરાણોમાં કોઈ એકની સાથે જોડી દેવામાં આવ્યા છે, પણ આ જોડાણ દેખીતી રીતે જુદું પડતું દેખાય છે. અને એ જોડાણમાંની વાત એ પુરાણોના બીજા કોઈ ભાગમાં અથવા બીજા કોઈ પુરાણમાં મળી આવતી નથી. બ્રાહ્મણ સિવાયના વર્ષોની જ્ઞાતિઓ બંધાઈ તે વર્ણ સંકરતાનો પ્રતિબંધ કરવા બંધાઈ. બ્રાહ્મણોમાં વર્ણસંકર જ્ઞાતિઓ હતી નહિ તે છતાં વાડા બાંધવાનો પવન તેમને પણ લાગ્યો. તેમણે પણ પોતપોતાને સગવડ પડતા જથા ખાંધી લીધા. આ જથા લાંખો વખત કાયમ રહ્યાથી અત્યારે તે સ્વતંત્ર જ્ઞાતિનું રૂપ પામ્યા છે. ગુજરાતમાં બ્રાહ્મણેતર વર્ણોની જ્ઞાતિઓ જેટલી છે તેટલી હિંદુસ્તાનના ખીજા કોઈ ભાગમાં નથી. તેમજ ગુજરાતના બ્રાહ્મણોમાં જેવી જ્ઞાતિઓ છે, તેવી દક્ષિણમાં, ઉત્તર હિંદુસ્તાનમાં કે બંગાળમાં કોઈપણ ઠેકાણે નથી. દક્ષિણ દેશ બ્રાહ્મણોથી ભરેલો છે, છતાં ત્યાં દેશસ્થ, કોકણસ્થ અને કહાડા એ ત્રણ ભેદમાં જ બધા બ્રાહ્મણો સમાઈ જાય છે. એ જ પ્રમાણે ઉત્તર હિંદુસ્તાનમાં ગૌડ, સારસ્વત અને સરવરીઆ એ ત્રણ ભેદમાં બધા બ્રાહ્મણ સમાઈ જાય છે. ગુજરાતમાં માત્ર બ્રાહ્મણોના ચોરાશી અથવા તેથી પણ વધારે ભેદ પડ્યા છે. સંવત એક હજાર પહેલાંના શિલાલેખો, તામ્રપત્રો અને એ કાળે રચાયેલાં ગ્રંથો જોઈએ તો તેમાં બ્રાહ્મણોની હાલની જ્ઞાતિઓનાં નામ હોવાને બદલે જેના તેના ગોત્રનાં નામ મળી આવે છે.
सिंहपुर विनिर्गत किक्काटा पुत्र ग्रामनिवासी सिंहपुर चातुर्व्विद्य सामान्य भारद्वाजस गोत्र छन्दोगस ब्रह्मचारि ब्राह्मण गुहाढ्य पुत्र બ્રાહ્માનુંનાય સુરાષ્ટ્રપુ ાજાપત્ર પથાન્તર્ત...(વલભીના ઘરસેનનું તામ્રપત્ર.)
"श्री वध्मानभुक्ति विनिर्गत लिप्तिखंड वास्तव्य तच्चातु र्विद्य सामान्य गागर्यस गोत्र बह्वृच ब्रह्मचारी भट्ट दामोदर भूति पुत्र भट्ट વાસ્તુદ્રેવમૂતિનાય....(વલ્લભીના શિલાદિત્યનું સં. ૪૦૩નું તામ્રપત્ર)
Jain Educationa International
૩૪
For Personal and Private Use Only
www.jainelibrary.org