SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈન ઈતિહાસ સંગ્રહ ભાગ - ૨ જેન રાજાઓનો ઇતિહાસ ] જૈન ધર્મ એ વીર ક્ષત્રિયોનો ધર્મ છે. આ અવસર્પિણી કાળની અપેક્ષાએ શ્રી ઋષભાદિ ચોવીસ તીર્થકર, ભરતાદિ બાર ચક્રવર્તી, રામચન્દ્રાદિ નવ બળદેવ, કૃષ્ણાદિ નવ વાસુદેવ, સમ્રાટ રાવણાદિ નવ પ્રતિ વાસુદેવ તથા મંડલિક રાજા મહારાજા આ ધર્મના પરમ ઉપાસક નહીં કિન્તુ કટ્ટર પ્રચારક હતાં, અને આ કારણથી જ જૈન ઘર્મ વિશ્વ ઘર્મ કહેવાતો હતો અને જ્યાં સુધી જેન ધર્મ રાષ્ટ્રિય ધર્મ રહ્યો ત્યાં સુધી વિશ્વાસની ઉત્તરોત્તર ઉન્નતિ થતી રહી. સુખ અને શાંતિમાં જ લોકો પોતાનું કલ્યાણ કરવામાં તત્પર રહેતા. વર્તમાન સમયમાં ફક્ત વૈશ્યજાતિ જ જેનધર્મનું પાલન કરતી જોઈને લોકો કહેતા કે જૈન ધર્મ તો ફક્ત વૈશ્ય જાતિને જ છે. આ મંદિરોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાવાળા કોઈ એક ગચ્છના નહિ પરંતુ જુદા જુદા ગચ્છના આચાર્યો હતો. અને આ જૈન જાતિઓ ને પ્રતિબોધ કરનારા પણ કોઈએક આચાર્ય નહોતા. પરંતુ આ બધા આચાર્યોએ ઓસવાળ જાતિના તમામ ગોત્ર તથા જાતિઓની સાથે ઉપકેશવંશનો ઉલ્લેખ કરી એ સાબિત કરી આપ્યું છે કે ઉપકેશવંશના પ્રતિબોધ ઉપકેશગચ્છ આચાર્ય હતા અને તેમનો ગચ્છ પણ ઉપકેશ ગચ્છ જ છે. ઉપકેશગચ્છો ઉપાસકોની જાતિઓની ગણતરી કરવી એટલી બધી મુશ્કેલ છે કે, રત્નાકરમાંથી રત્નોની ગણતરી કરવી જેવી મુશ્કેલ છે. છતાં વિરા– ૩૭૩ વર્ષમાં ઉપકેશપુરમાં બૃહદસ્નાત્ર ભણાવાયું તે સમયે ૧૮ ગોત્રવાળા સ્નાત્રીય બનેલા એ ૧૮ ગોત્રોનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં અવશ્ય મળે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy