SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ નગર માટે જ નથી પરંતુ જાવલીપુર - માડવાપુર - ઉપકેશપુર - નાગપુર, શાકમ્મરી, આદિ સ્થાનોનાં મૂળ નામો બદલી અનુક્રમે, જાલોર, ઓશિયો, નાગૌર, સાંચટ આ નામે પ્રચલિત થયા બાદ પણ કેટલાક શિલાલેખો અને ગ્રંથકારોએ મૂળ નામોનો જ ઉપયોગ કર્યો અને કેટલાક લેખકોએ પ્રચલિત નામોનો ઉલ્લેખ કર્યો, આ મુજબ શ્રીમાળ-ભિન્નમાલના વિષયમાં પણ સમજવું. (૭) શ્રીમાળ નગરના માટે શ્રીમાળ પુરાણમાં ખૂબ જ વિસ્તારથી ઉલ્લેખ મળે છે. પરંતુ શ્રીમાળ પુરાણ એટલું પ્રાચીન નથી, કે જેટલું શ્રીમાળ નગર પ્રાચીન છે. તથાપિ શ્રીમાળ પુરાણની રચનાના સમય પહેલાં શ્રીમાળ નગર દ્વાપરના અંતમાં વસ્યાની માન્યતા પ્રચલિત અવશ્ય હતી તે કેટલા પ્રાચીન સમયની હતી એનો નિર્ણય સાધન મળતાં પ્રકાશિત કરવામાં આવશે. (૮) "શ્રીમાળ વાણિયાઓના જ્ઞાતિભેદ” નામના પુસ્તકમાં જે પ્રો. મણીભાઈ બકોરભાઈ વ્યાસ સુરતવાળાએ લખી છે. પ્રસ્તુત પુસ્તકમાં શ્રીમાળનગ૨ અને શ્રીમાળી જ્ઞાતિના વિષયોમાં લેખક મહોદયે પુરાણિક પ્રમાણ સાથે ઐતિહાસિક પ્રમાણ દ્વારા સિદ્ધ કરી દીધું છે કે ઉપકેશપુરની પહેલાં શ્રીમાળનગર તૂટતાં જ ઉપકેશપુર વસ્યું છે. ઉપકેશનો સમય - વિ. સં. ૪૦૦ વર્ષ પહેલાંનો છે તો શ્રીમાળનગ૨ તો એનાથી પ્રાચીન હોવું સ્વાભાવિક છે. છતાં આ વિષયમાં અમારી શોધ-ખોળ ચાલુ છે. જેમ જેમ પ્રમાણ મળતા જશે તેમ તેમ અમો વિદ્વાનોની સામે મૂકતાં જઈશું. સત્યનો સ્વીકાર કરવો એ અમારું પરમ કર્તવ્ય છે. શ્રીમાળ જ્ઞાતિ વીરોએ પોતાની જ્ઞાતિની એટલી ઉન્નતિ કરી લીધી હતી કે જેના દ્વારા જ્ઞાતિના મોટા-મોટા નામી પુરુષોના નામથી, વ્યાપારથી અને ગામને નામથી અને કંઈ ધર્મકાર્યોથી અનેક શાખા-પ્રશાખ રૂપ જાતિઓ પ્રચલિત થઈ ગઈ. જેમ કે ઓસવાળ જ્ઞાતિમાં ગૌત્ર અને જાતિઓ વિસ્તૃત રૂપમાં છે. એવી જ રીતે શ્રીમાળ જ્ઞાતિમાં પણ ગૌત્ર-શાખા અલગ અલગ છે. એમાંથી થોડી જ્ઞાતિઓનાં નામ અહીં આપવામાં આવે છે. ૧૨૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy