SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વાત સાંભળી ત્યારે ઉપલદેવ કુમારને બોલાવ્યો, અને હકીકત પૂછી. ત્યારે કુમારે કહ્યું કે ભિન્નમાળના રાજા ભીમસેનનો પુત્ર છું. નવું નગર વસાવવા માટે થોડી જમીનની યાચના કરવા માટે અહીં આવ્યો છું. (આ વિષય પટ્ટાવલીઓના સિવાય બીજે પણ કવિતાઓમાં મળે છે) પરંતુ તે શાયદ પાછળથી કવિઓએ રચેલી જણાય છે. ખેર, રાજા સાધુએ કુમારની વીરતા ઉપર મુગ્ધ થઈ એક ઘોડી આપી અને કહ્યું કે જાઓ જ્યાં ઉપર ઉજડ ભૂમિ જુઓ ત્યાં આપનું નવું નગર વસાવજો, તે સમયે બાજુમાં જ એક શકુનિ બેઠો હતો તેણે કુમારને કહ્યું કે જ્યાં ઘોડી પેશાબ કરે ત્યાં જ આપનું નવું નગર વસાવી દેજો. આજ શુકન ઉપર રાજકુમાર અને મંત્રી ત્યાંથી ઘોડેસવારી કરી ચાલી નીકળ્યા. ક્રમશ: સવાર થતાં જ મંડોરથી થોડે દૂર ઉજડ ભૂમિ પડી હતી ત્યાં ઘોડીએ પેશાબ કર્યો. બસ ત્યાં જ છડી રોપી દીધી. નગર વસાવવાનો પ્રારંભ કરી દીધો. ઉછીની જમીન હોવાથી તે નગરનું નામ ઉહસપન રાખી દીધું. મંત્રીશ્રી અહીં-તહીંથી લોકોને નગરમાં વસાવી રહ્યો હતો, આ સમાચાર ભિન્નમાળમાં થયા ત્યાંથી પણ ઉપદેવ અને ઉહડના કુટુમ્બીજનો અને નાગરિકો ઘણી જ સંખ્યામાં ઉહસ૫નમાં આવી ગયા. "ततो भीनमालात् अष्टादश सहस्त्र कुटुम्ब आगत; द्वादश योजन नगरी जता" આ સિવાય પણ ઘણી પ્રાચીન કવિતાઓ પણ મળે છે. "गाडी सहस गुण तीस. भला रथ सहस इग्यार अढारा सहस अवतार पाला पायक नही पार, ओठी सहस अठार, तीस हस्ति मद झरंता. दश सहस दुकान. कोड व्यापार करंता. पंच सहस विन भिन्नपाल से मणिधर साथे माडिया. शाह उहडने उपलदे सहित, घर बार साथे छाडिया" ॥१॥ ભલે ઉપલદેવ અને ઉહડના કુટુમ્બ અઢાર હજાર અને બાકીના પાછળથી આવ્યા હશે ? પરંતુ એ તો ચોક્કસ છે કે ભિન્નમાળ તૂટીને ઉહસપટ્ટન વસ્યું છ! મૂળ પટ્ટાવલીમાં નગરનો વિસ્તાર બાર યોજનનો ૧૨૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy