________________
(૮).
મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા શ્રી જિતેન્દ્ર સૂરિજી દ્વારા થયેલી હતી. અને પછી પ્રાચીન દેરાસરની જગ્યાએ નવું કલામય શિખરબંધી જિનમંદિર શ્રી સંઘ ભીનમાલ દ્વારા નિર્માણ થયું અને સં. ૨૦૧૮ માં વિદ્યાચંદ્ર સૂરિજીના કરકમલો દ્વારા પાછી પ્રતિષ્ઠા સંપન્ન થઈ. આ મંદિરની પાસે વિશાળ ધર્મશાળા, એક આયંબિબ ખાતું અને પાઠશાળા નવી તૈયાર થઈ રહી છે. અહીં રહેવા માટે અને ખાવા પીવા માટેની સારી સગવડ રહેલી છે. ભીનમાલ રેલવે સ્ટે. રોડ પર પ્રતાપ સરાય ધર્મશાળામાં શ્રીમાનું ખિમચંદજી પ્રતાપજી ભીનમાલ નિવાસી દ્વારા શ્રી જગવલ્લભ પાર્શ્વનાથની મનોહર મૂર્તિનું બિંબ ભરાવી આચાર્ય શ્રી વિદ્યાચંદ્ર સૂરિ દ્વારા
પ્રતિષ્ઠિત કરાઈ. (૯) ભીનમાલથી રાનીવાડા રોડ ઉપર ૧ કિલોમીટર
નગરથી દૂર પ્રાચીન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય છે. અને નૂતન જિનાલયનું
નિર્માણ કાર્ય ચાલુ છે. (૧૦) નગરથી એક કિલોમીટર દૂર શ્રી ગોડી પાર્શ્વનાથ
ભગવાનનું અતિ રમણીય જિનમંદિર છે. (૧૧) ખારી રોડ પર આવેલું ચૌમુખજીનું જિનાલય નવું છે.
મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન છે. દેરાસરની નીચે ઉપાશ્રય છે. આ મંદિર અને ઉપાશ્રય શ્રીમતી
વિજુભાઈ ઉખચંદજીએ બનાવેલું છે. (૧૨) માઘ ચોરાયા ઉપર નવનિર્માણ થતું જિનાલય એસ.
એમ. બાફણા પરિવારે પૂ. પિતાશ્રીની સ્મૃતિ નિમિત્તે બનાવેલ છે. અંજનશલાકા પ્રતિષ્ઠા આ. ભ. શ્રીમદ્ પદ્મસાગ૨ સૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં સંવત ૨૦૫૦ મહામહિનામાં થશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org