________________
બીમારી આયુષ્ય પૂર્ણ કરવાના નિમિત્તરૂપે આવી તે આવી, તે સિવાય વીસેક વર્ષ સુધી બીજી કઈ બીમારી પણ આવી નહિ. તેનું મુખ્ય કારણ સતત એકાસણુ તપની સાધનાને ગણી શકાય.
તેમની સ્વસ્થતા ને પ્રસન્નતા જોતાં એક વાર ગેરાણીએ પૂછયું:- કુસુમ ! હવે તને કેમ લાગે છે?
મને તો સાવ મટી ગયું. હવે કશો દુઃખાવો નથી. - કેમ કરતાં મટી ગયું ? કેની દવાથી મટયું ?
અરિહંતની દવાથી મટયું, એમ કહીને વત્સલાબેનના પરિચય કરવ્યાથી આજસુધીની બધી વાત કરી. ગોરાણીને તે પહેલી વાર આ બધી ખબર પડી. માથાને કઢાપ મટી. ગયે તેથી હર્ષ પામ્યા, તેથીય વધુ હળ તે દેવ – ગુરૂ – ધર્મમાં શ્રદ્ધા રાખી જિનાજ્ઞા પૂર્વકની આરાધનાના માર્ગે ચડી ગયા તેથી તેમને થયો. ત્યાર પછીથી કુસુમબાઈને જ્યારથી સ્વતંત્ર માસા કરવાનું ફરમાવ્યું, ત્યારથી દર ચોમાસામાં તેમની સાથે નવા નવા નાના સાધવીજીઓને સેંપવા લાગ્યા જેથી તે સહુની જ્ઞાન ને ધ્યાનની આરાધના દૃઢ થાય. આમ પૂ. કુસુમબાઈ સિદ્ધાંતની જંગમ વિદ્યાપીઠ બની જઈને અંતિમ શ્વાસ સુધી જ્ઞાનગંગા વહાવતા રહ્યા. આ શ્રદ્ધાને - આસ્તિક્ય એટલે કે આસ્થા ગુણ કહ્યા છે જે તેમના હૈયામાં શીલાલેખની માફક કોતરાઈ ગયું હતું. તેમ આપણને ડગલે પગલે જોવા મળેલ છે.
ચોથું લક્ષણ “અનુકંપા” અર્થાત બીજા પ્રત્યે દયાભાવ. આને અનુપમ અનુભવ આપણને તેમના નવરંગપુરા અમદાવાદના છેલ્લા ચતુર્માસમાં થયો. - જનધર્મના સાવજ બનેલા તેથી દ્રવ્યનું દાન તે કરી શકે નહિ. અપરિગ્રહ નામનું પાંચમું મહાવ્રત અંગીકાર કરેલ હોય પછી એક પૌો પણ પાસે રખાય નહિ, તે પરદયા કેવી રીતે કરી શકે ? જનદર્શન એ આત્મલક્ષી અભુત દર્શન છે. સાધુ ભલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org