________________
૨૯૨
સમ્યગદર્શન ખુલાસો કરતાં પેઢીના હિતમાં આમ કર્યું છે ને દરી થાળી જેવો શાંત છે, તેથી બેત્રણ દિવસમાં તે વહાણ દીવ બંદરે પહોંચી જશે, માટે કશી ચિંતા ન કરશે તેમ કહીને ઘરે ગયે.
પણ કાંતીલાલના જીવને ચેન નથી. તેને તે કશુંક અનિષ્ટ બનવાના દીલમાં ભણકારા વાગવા લાગ્યા. નક્કી. પેઢીનું પુણ્ય પરવાયું, નહિતર આ અનુભવી વિશ્વાસુ મુનિમ આવી ભૂલ કરે ખરે ?
કાંતીલાલની તે નીંદર ઉડી ગઈ છે. સદાને શાંત ચહેરે કરમાઈ ગયે છે, સાવ ઉદાસ થઈ ગયું છે તે જોઈ ચકર પત્ની તેનું કારણ પૂછે છે. કાંતીલાલ વીમે ઉતાર્યાની બધી વાત કરીને કહે છે કે પિતાજીની સુચના વિરૂદ્ધનું કામ થયું છે, તેથી જરૂર આપણું પુણ્ય પરવાયું છે.
પત્ની શાણી છે, હિંમત આપે છે કે અત્યારથી જ ઢીલા થઈ જવાનું તે કોઈ કારણ નથી. મુનિમજીએ તે આપણા હિત માટે આ કામ કર્યું છે. ને દરિયે શાંત છે તે. વહાણ બેત્રણ દિવસમાં તે સલામત રીતે પહોંચી જશે. માટે નવકાર મંચ ગણુને શાંતિથી સુઈ જાવ, આપણે કેઈનું બગાડયું નથી, તે આપણું કઈ બગાડી શકવાનું નથી. આમ હિંમત આપી તેથી કાંતિલાલ તે અરિહંતનું સ્મરણ કરી શાંતિથી સુઈ ગયે.
પણ હવે બનવા કાળ છે તે આવી શાંત મોસમમાં દરિયામાં કમસમી વાવાઝોડું થયાના સમાચાર બીજા દિવસે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org