________________
૨૨૪
" સમ્યગદર્શન કૃત્વ દુષિત ન કરશે, જિનાજ્ઞા પ્રમાણે આરાધના કરતાં રહેશે તે સુખી થશે. પરવશપણે પણ દુઃખ ભગવાવથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેથી જ ભગવાન શ્રી દશર્વેકાલિક સૂત્રમાં “દેહ દુઃખ મહાફલ” કહ્યું છે.
(૨૪) પરપાસિંડ પસંસા – પરપાખંડીઓની પ્રશંસા કરવી
મિથ્યાત્વીએના મિથ્યાડંબરની પ્રશંસા સમકિતી કદાપિ કરે નહિ, કારણકે સારંભી કિયાની અનુમોદનાથી. પણ પાપના ભાગીદાર થવાય છે, એટલું જ નહિ પણ અન્ય અનેક ધમ જીવોના મન પરિણામ પણ અસત્ય ધર્મ તરફ ઢળે છે, અને આ રીતે સમકિતને ઘાતક અને મિથ્યાત્વને પિષક બને છે માટે આવું. અહિતકારી દૂષણ. કદાપિ સેવવું નહિ.
(૨૫) પરપાડ સથવો (પરિચય) – પરપાખંડીએને પરિચય કરે. - પ્રશંસાની જેમ જ મિથ્યાત્વીઓને પરિચય પણ તે જ કારણે ન કરવો. કારણે “સંગ તેવો રંગ” લાગે છે તે નિયમ પ્રમાણે મિથ્યાત્વીના સંગથી સમક્તિ વમી પણ જાય. માટે મિથ્યાષ્ટિને પરિચય જ્ઞાનીઓએ તજવા ગ્ય કહ્યો છે.
તાત્પર્ય એ છે કે ઉપરોક્ત પચે દૂષણેનું વધારે સેવન કરવાથી સમક્તિ સમૂળગું નાશ પામે છે અને અ૫. સેવનથી મલિન થાય છે. એવું જાણી સુજ્ઞ જને પાંચે દૂષણોથી પોતાના આત્માને બચાવી. નિર્મળ રાખે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org