________________
=સમ્યગદર્શનના આઠ અંગ
૧૪૭
-સંભતિ અને અધિકાર છે. પૂર્વ ભવમાં બંને સગાભાઈ છે. બંનેએ સંયમ લોધે છે ને ઉત્કૃષ્ટભાવે ચારિત્ર પાળ -- છે. તેથી તે જેતેશ્યાદિ લબ્ધિઓ પ્રગટી છે. એકદા વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર નગર પધાર્યા છે. ત્યાં સનકુમાર ચકવતિ રાજ કરી રહ્યા છે. નમુચિ નામે તેને પ્રધાન છે. આ નમુચિ દુરાચારી છે ને મુનિવરેને પૂર્વ પરિચિત છે. તેથી સંભૂતિ મુનિને જોતાં જ ભડકે છે કે આ સાધુ મારી પિલ ખુલી પાડી દેશે. જો કે મુનિવર તે પિતાની સાધનામાં મગ્ન છે, પણ ગુનેગારનું હદય ગભરાય તે ન્યાયે નમુચિ ગભરાયો છે. તેથી નેકરેને આજ્ઞા કરે છે કે આ સાધુઓ ઢંગી છે, તેને મારી મારીને નગર બહાર કાઢી મૂકો. માર ખાતા મુનિની ધીરજ ખૂટી, કોધે ભરાયા ને તે લેયા છેડી. નગર આખુ ધુંવાડાથી છવાઈ ગયું. મુનિને પ્રભાવ જોઈ સેવકે મુનિની માફી માગવા લાગ્યા. તેય મુનિ શાંત ન થયા. ચકવતને ખબર પડી. પટરાણોને લઈને મુનિ પાસે આવ્યા. પગે પડ્યા. પટરાણી પગે પડતાં તેના માથાના વાળમાંથી સુગંધિત તેલનું એક ટીપું મુનીના પગે પડયું. તેથી મુનિને ખૂબ શાતા થઈ તેથી ઊંચે જોયુંને પટરાણીના સૌંદર્યથી મુગ્ધ બનતાં નિયાણું કર્યું કે મારા તપ સંયમનું કાંઈ ફળ હોય તે આવતા ભવે આવું સ્ત્રીરતન પામું.
બીજી બાજુથી ખબર પડતાં ચિત્તમુનિવર તુરત આવ્યા. તેમણે સંભૂતિ મુનિને ખૂબ સમજાવ્યા તેથી મેનિ શાંત તે થયા, પણ નિયાણાની આલેચના આયુષ્યના અંત સુધી ન કરી. તેથી નિયાણાને લીધે બીજા ભવે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org