________________
૧૩૮
સમ્યગદર્શન વર્ગ કહ્યા છે. તેમાં સૌથી પ્રબળ સત્તા, પ્રબળ સામર્થ્ય, પ્રબળ કાળસ્થિતિ અને પ્રબળ રસ સંવેદન માગ મેહનીય કર્મના – તેમાં પણ “દર્શન – મેહનીય કર્મના મનાય છે. બધા કર્મોમાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ (કર્મ બંધાયા. પછી ઉદયમાં આવવાને લાબામાં લાંબો સમય) ૭૦ કોડા કોડી સાગરોપમની કહી છે. તેમાંથી જ્યારે સકામ કે અકામ નિજેરાએ કરી ૬૮ કોડાકોડી, સાગરેપમ ઝાઝેરા: કર્મોને ક્ષય થાય ત્યારે જ “મનુષ્યભવની પ્રાપ્તિ થાય.
(નોંધ - બીજી માન્યતા ૬૯ કડાછેડીને ક્ષય થવાની છે. સિદ્ધાંતને આધાર નથી. તત્ત્વ કેવળીગમ્ય). આ પ્રમાણે “જીવને અનંતા કાળે “મનુષ્ય ભવ”ની. પ્રાપ્તિ થાય છે, તે બતાવી તેને “પ્રથમ દુર્લભતા” કહી.
મનુષ્ય શરીર પામીને પણ તે સત્ય ધર્મનું શ્રવણ (સુકૃતિ કૃતજ્ઞાનદુર્લભ છે કે જે ધર્મને સાંભળવાથી જો તપશ્વર્યા, ક્ષમા અને અહિંસાને પામે. (૮)
મનુષ્ય શરીર પામીને પણ ઘણા બધાને “આર્યક્ષેત્ર ઉત્તમ કુળ, લાંબુ આયુષ્ય, પાંચે ઈન્દ્રિયની પરિપૂર્ણતા, નિરોગી શરીર, સદ્દગુરૂને સમાગમ, શાસ્ત્રશ્રવણ, શુધ શ્રધ્ધા અને ધર્મની સ્પર્શના અર્થાત્ ધર્મ કરવાની કે સંયમ લેવાની ભાવના થતી નથી. આ દશ બેલને શાસ્ત્રકારોએ પામવા દુર્લભ કહ્યા છે.
કદાચિત્ તેવું ધર્મશ્રવણ પણ (પૂર્વ પૂયાઈના ગે). થાય, છતાં “સધા પરમદુલ્લહા”—તેમાં શ્રધ્ધા થવી તે પરમદુર્લભ છે. (કારણકે તૈયાયિક માર્ગ-જિનેશ્વરકથિત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org