________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ દેષથી પાછું વળવું તેનું નામ પ્રતિક્રમણ કહેવાય છે, એ અર્થ જણાવી રૂઢિ માર્ગે થતી જેનેની આ આવશ્યક ક્રિયામાં કેટલું માહામ્ય છે તે જણાવી છેવટે ભલામણ કરી છે કે જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યતનપૂર્વક કરવું.
“ભખારીને ખેદ' નામની વાર્તા બે પાઠમાં આપી, સ્વપ્ન સમાન આ સંસાર અનિત્ય અને ચપળ છતાં મોહાંધ પ્રાણીઓ તેમાં સુખ માને છે પણ પરિણામે ખેદ, દુર્ગતિ અને પશ્ચાત્તાપ પામે છે એવી શિખામણ આપી છે. તથા આત્મા અવિનાશી, અખંડ અને નિત્ય છે એને ઉપદેશ કર્યો છે.
“અનુપમ ક્ષમા” નામના પાઠમાં સમભાવથી ક્ષમા રાખનાર મનુષ્ય સાગર તરી જાય છે એ દર્શાવવા કૃષ્ણ વાસુદેવના નાનાભાઈ ગજસુકુમારની ઉત્તમ ક્ષમાની કથા આપી છે. છેવટે જણાવ્યું છે કે તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વભાવમાં આવે જોઈએ અને તે આવે તે મેક્ષ હથેળીમાં જ છે.
રાગ” નામના પાઠમાં ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થવામાં અટકાવનાર ભગવાન મહાવીરનાં અંગોપાંગ, વર્ણ, વાણ, રૂ૫ ઇત્યાદિ પરનો મોહ હતો એ વિષે કથાને પ્રસંગ જણાવી, સંસાર ઉપર પામર પ્રાણુઓને રાગ અનંત દુઃખનું કારણ દર્શાવી છેવટે નિર્ણય કર્યો છેઃ “જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ છે.”
સામાન્ય મનોરથ' નામના કાવ્યમાં સ્વરૂપના વિચાર સહિત બાર વ્રત અંગીકાર કરી જ્ઞાન, વિવેક, વિચારની વૃદ્ધિ કરવાની તથા નવ તત્ત્વને ઉત્તમ બેધ દર્શાવવાની ભાવના સહિત મોક્ષમાર્ગમાં પ્રવર્તવાને મને રથ દર્શાવ્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org