________________
ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર
વાચન-વ્યસન વધારરે, રાખી લીલું જ્ઞાન; વાંચ્યાથી કહું છું થશે ડાહી તું વિદ્વાન. વિશ્વ લક્ષણ સારા રાખીને કરે રૂડેરાં કામ; સજજનમાં વખણાઓ તે, તે જ સજજની નામ. વિશ્વ
હાલ આ પુસ્તકની છાપેલી પ્રત મળી શકતી નથી અને પચાસ વર્ષ પહેલાંના આ સમાજને અતિ ઉપયોગી પુસ્તકને કંઈક પરિચય વાંચનારને કરાવવાના હેતુથી વિસ્તૃત અવતરણો ટાંકવામાં સંકેચ રહેવા છતાં જરૂર જણાયાથી તેમ કર્યું છે. આ સ્ત્રીનીતિ બેધક' ની ફરી આવૃત્તિ જે બહાર પડે તે મોટી ઉમ્મરે ભણવાનું શરૂ કરનાર સ્ત્રીઓને અત્યંત ઉપયોગી નીવડે એમ લાગે છે.
હાલ કન્યાશાળાઓમાં ચાલતી પં. નવલરામ લક્ષ્મીરામની બાળ-ગરબાવળી કરતાં ભાષા સરળ અને સ્ત્રીસ્વભાવને અનુકૂળ તથા નીતિના ધોરણથી લખાયેલ “સ્ત્રીનીતિ બેધક પુસ્તક માતાપિતાએ પોતાની પુત્રીને, ભાઈએ પોતાની બહેનને અને પતિએ પિતાની ધર્મપત્નીને તથા સગાંવહાલાંએ મંગળ પ્રસંગે માં કન્યાઓને અને વાંચતાં શીખવાની ભાવનાવાળા કે ડું ભણેલી યુવાન સ્ત્રીઓને ભેટ આપવા લાયક છે.
પાછળના બે ભાગ લખાયા જણાતા નથી. આ પ્રથમ ભાગ જોતાં એમ અનુમાન થાય છે કે જે બે ભાગ લખાયા હતા તે સ્ત્રી સાહિત્યમાં અગ્રભાગ ભજવે તેવા ગ્રંથ શ્રીમદે લખ્યા હતા.
સ્ત્રીનીતિ બેધક' ને અંતે જાહેર ખબરમાં લખેલું છે કે “કાવ્યમાળા એ નામનું એક સુનીતિ બેધક પુસ્તક મેં રચીને તૈયાર
* પ્રમાદ અને અહંકારથી જ્ઞાન સૂકાઈ જાય છે, શુષ્કજ્ઞાન ગણાય છે. વિષય અને ભક્તિના રસસિંચનથી જ્ઞાનનાં મૂળ હૃદયમાં ઊંડા ઊતરે છે અને જ્ઞાન લીલું રહે છે.–લેખક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org