________________
૨૩
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
જીવા તત્ત્વજ્ઞાન પ્રાપ્તિના પુરુષાર્થમાં પ્રવર્તે છે. કોઈ માસ એ માસ કે કોઇ કાયમ રહેનારા એવા અનેક ભક્તાત્માએ ઉપરાંત આજુબાજુનાં ગામામાંથી અનેક જિજ્ઞાસુ જીવે ત્યાં આવે છે અને સત્સંગ, સત્શાસ્ત્રના પરિચયથી જીવન-સાફલ્યનું નિમિત્ત પામતા રહે છે. આ આશ્રમમાં મધ્યસ્થ વાતાવરણ હાવાથી શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, વૈષ્ણવાદિ અનેક કુળ સંપ્રદાયના પરંતુ આત્માને ઓળખવાની ભાવના વાળા જિજ્ઞાસુ જીવે આવે છે અને રહે છે. શ્વેતાંબર તથા દિગંબર દેરાસર પણ આશ્રમના ચોગાનમાં છે. શ્રીમદ્ રાજચંદ્રની પાષાણુ તથા ધાતુની ભવ્ય પ્રતિમા પણ છે. ધાર્મિક જીવનને પરિચય કરાવે તેવું આ ઉત્તમ તીર્થ બન્યું છે.
સ્વ. પૂજાભાઈ હીરાચંદની ઉદાર સખાવતથી અમદાવાદમાં મહાત્મા ગાંધીજી દ્વારા ‘ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર ’ પુરાતત્ત્વ મંદિરમાં સ્થાપવામાં આવ્યા હતા. હાલમાં પુરાતત્ત્વ મંદિર બંધ છે. પણ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર ગૂજરાત વિદ્યાપીઠ નિભાવે છે.
C
નાર, કાવિઠા, અમદાવાદ, વઢવાણ, કલેાલ, ધામણ ( નવસારી પાસે) આદિસ્થાએ શ્રીમદ્ રાજચંદ્ર મંદિર ' રૂપે સત્સંગનાં ધામ છે. પણ તે તે સ્થળે રહેનાર મુમુક્ષુઓના જીવનને જ ઉપકારી હોવાથી માત્ર તેનાં નામ અહીં જણાવ્યાં છે. આજુબાજુનાં સ્થળેથી આવનાર જિજ્ઞાસુએની જિજ્ઞાસા તૃપ્ત થાય અને ધાર્મિક જીવનની જાગ્રતિ પ્રાપ્ત થાય તેવાં ત્રણ સ્થળેા ઉપર ગણાવ્યાં છેઃ ખંભાત, સિદ્ધપુર અને અગાસ.
શ્રીમદ્ રાજચંદ્ર લખે છેઃ
“ હું કોઇ ગુચ્છમાં નથી, પણ આત્મામાં છું એ ભૂલશે નહીં.” એ લક્ષ રાખીને ઉપરના આશ્રમેાના આત્માર્થી જીવે એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org