________________
શ્રીમાં સ્મારકો
૨૩૩ ઉત્તમ પુસ્તકો દ્વારા જનસમાજમાં અલભ્ય પુરતાના અભ્યાસની કે વૃદ્ધિ કરી છે અને તેવાં પુસ્તક પ્રગટ કરનારી સંસ્થાઓ ઉત્તમ થવામાં
પ્રેરણ રૂપ બની છે. બીજી તેવી સંસ્થાઓના ઉત્સાહ આગળ અને કાર્યકુશળ રેવાશંકરભાઈના સ્વર્ગવાસ પછી આ સંસ્થામાં જે મંદ પ્રગતિ હાલ જણાય છે તેમાં વિશેષ કાળજી રાખવાથી સ્વ–પર ઉપકારનું કાર્ય સુગમ થાય તેમ છે તે તરફ વર્તમાન કાર્યવાહકોને દૃષ્ટિ દેવા રૂપ વિનંતિ કરું છું.
" પ્રથમ પરમશ્રુત પ્રભાવક મંડળ દ્વારા પ્રસિદ્ધ થયેલા “શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તકના સંગ્રાહક સ્વ. શ્રી અંબાલાલભાઈએ ઘણાખરા મુમુક્ષુઓ પાસેથી શ્રીમના પત્રો મંગાવી પુસ્તકાકારમાં તેને ઉતારી શ્રીમના સ્વહસ્તે ઘટતો ફેરફાર પણ કરાવી લીધો હતો. શ્રીમદુના નાના ભાઈ સ્વ. મનસુખભાઈ રવજીભાઈ તથા સ્વ. મનસુખભાઈ કિરતચંદ મહેતા આદિ વિદ્વાનમંડળની મદદથી તે પુસ્તકનું સંશોધન કાર્ય થયું હતું અને હાલ બીજી આવૃત્તિ રૂપે “પરમકૃત પ્રભાવક મંડળ” દ્વારા તે પ્રસિદ્ધ થયું છે, તે તે ચિરકાળ સુધી શ્રીમ પરિચય કરાવી ધર્મભાવની વર્ષો સદા વર્ષાવનાર મેઘમાળા જેવું ઉત્તમ સ્મારક છે.
| શ્રી અંબાલાલભાઈ મુમુક્ષુ જનને ઉપયોગી પુસ્તકો મંગાવી રાખી શ્રીમતી સૂચના પ્રમાણે જે પુસ્તક જેને વાંચવા યોગ્ય હોય તેને મોકલી આપતા. ખરીદવાની ઇચ્છા હોય તે કિંમત આપી રાખી લેતા, નહિ તે અભ્યાસ કરી પાછું મોકલતા. આ પ્રમાણે નાના પાયા ઉપર પણ સહેજે ઉત્પન્ન થયેલી જરૂરિયાત પૂરી પાડનાર પુસ્તકાલયની શરૂઆત થઈ ચૂકી હતી. તે સંસ્થાનું નામ “શ્રી સુબોધ પાઠશાળા રાખ્યું હતું. ત્યાં ખંભાત અને તેની આજુબાજુના મુમુક્ષુઓ આવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org